આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૨ આમાના આલાપ મેં તેમની વાત માન્ય રાખીને એ મુજબ સુધારા કર્યા. ગાંધો. રામનને સાથી મુક્તિરુલપન ગાંધોરામન કરતાં ઉંમરમાં મોટા હોવા છતાં તેમને ગુરુના સ્થાને માનતા હતા. મારી સાથે ગાંધી રામન વિશે વાત કરતાં તેમની આંખમાં એક પ્રકારનું તેજ જણાતું હતું. તેમણે આગળ જણાવ્યું આ મહાયજ્ઞમાં અમને લાવનાર તે જ હતા ! અમે થાકી જતા ત્યારે તેનું સ્મિત અમને ઉત્સાહિત બનાવતું. તમે બધા ઘણા પાછળથી અહીં આવીને તેની સાથે રહ્યા છે. ઉત્તર ચિત્રે શેરીમાં તિળક રાષ્ટ્રિય વચનાલયના મેડા પર એક જ ચટાઈ પર અમે સૂતા હતા ત્યારથી હું તેની સાથે છું. તેના જેવો વિશાળ હદયવાળા હવે મને જોવા મળશે કે કેમ, એ એક પ્રશ્ન છે. હાથમાં લીધેલું કામ પૂરું કરવાની મક્કમતા તેનામાં હતી. મદુરમના મૃત્યુ પછી તે જરા ઢીલું પડી ગયું હતું અને એકલતા અનુભવતું હતું, તેની દેશભક્તિની એ સૂત્રધાર હતી. મદુરમની પ્રીતિએ જે તેને ઘણાં બધાં કાર્યો કરવા માટે પ્રેરણા આપી છે, એમ કહેવાય. મારા કહેવાથી, જમીનદારના પરિવારને એક સજ્જન જેવું તમે રજૂ કર્યું" છે, જમીનદાર ગુજરી ગયા પછી-જે જમીનદારનાં પત્ની વચમાં આવ્યા ન હેત તે–જમીનદારે કરેલા વસિયતનામાથી સગીરનું હિત જોખ. માય છે એ દાવો કરીને તેમને હેરાન કર્યા હતા. લેકેની ચડવણીથી થોડા દિવસ તે તેમણે ઘણું કર્યું હતું. આશ્રામ માટે ઘણું કસોટીઓ આવી છે. આ બધું લેકે જાણતા નથી. આટલું જ નહિ, મદુરમ નામની એક સ્ત્રીને પ્રેમ મેળવીને જ ગાંધીરામન મોટાં મોટાં કાર્યો સાધ્ય કરવાની શક્તિ પામ્યો હતો, એ હકીકત દુનિયા જાણતી નથી. ગાંધીરામને પણ તેની અંતિમ પળ સુધી તેને હૃદયપૂર્વક આભાર માનતો હતો. એ વાત જવા દે. તમે તેમનું જીવન એક કથા તરીકે -રજૂ કર્યું છે એથી હું અત્યંત પ્રસન્નતા અનુભવું છું. અમારી પેઢીના