આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ થતું સ્વદેશીમિત્રનનું ગઈ કાલનું છાપું હતું. સીડીના ભાગમાં અંધારું હતું. છ ફૂટ ઊંચે રાજારામન બગલાની પાંખ જેવાં સફેદ અને સ્વચ્છ કપડાં પહેરીને સીડી ચઢયો ત્યારે જાણે અંધારામાંથી વીજળી પસાર થતી હોય એવું લાગ્યું. રાજારામન ઉપર આવ્યા એટલે ત્યાં રવેશમાં ઊભેલા બધા અંદર આવ્યા. સીડી અને મેડાની વચ્ચેનું બારણું રાજારામનના અંદર આવતાની સાથે જ બંધ થયું. જમીન પર બિછાવેલી શેતરંજી પર મિની વચ્ચે તે બેઠે. હવે તે દીવાના પ્રકાશમાં બરાબર દેખાતું હતું. તેની ઊંચાઈ, સુંદરતા તેમ જ આકર્ષણ તેના દેખાવને અનુરૂપ હતાં. ખીલેલા ગુલાબ જેવી લાંબી સુંદર આંગળીઓ વડે તેણે સ્વદેશી મિત્રને છાપું વાંચવા માટે ખેલ્યું ત્યારે બધાની આંખે તેના તરફ સ્થિર થઈ ગઈ. રાજારામન છાપું વાંચે તે પહેલાં, તું જાણે છે, રાજા? પ્રોફેસર સેમ્યુઅલ છેવટે તે ફકીરસામીને ધર્મ પલટો કરાવીને જ જ છે. ગઈ કાલથી કોલેજના હાજરીપત્રમાં તેણે નામ બદલીને ન ફકીરસામી લખાવ્યું છે તેને વીંટળાઈને બેઠેલા યુવકોમાંથી એકે સ્થાનિક મિશન કોલેજમાં બનેલા એક બના વની વાત કરી. તે સાંભળીને રાજારામનને ગુસ્સો આવે. “કૅલેજની તેમ જ ગોરાઓની ખુશામત કરતા એ સેમ્યુઅલની અહીં વાત ન કરવા માટે મેં તને કેટલી વાર કહ્યું છે ? આ દેશમાં આ પેઢીને ફક્ત એક જ પલટે કરાવવાની તાત્કાલિક જરૂર છે. લકોને ગુલામીના ધર્મમાંથી સ્વતંત્રતાના ધર્મની દીક્ષા આપવી જોઈએ. આ કાર્ય મહાત્મા ગાંધી કરી રહ્યા છે. પાપીઓથી તે સહન ન થતાં પરમ દિવસે તેમને કેદ કર્યા. લાંબીચડી કર્યા વગર તેમને જેલની સજા પણ ફટકારી દીધી' કહી રાજારામને સ્વદેશીમિત્રન વાંચવા માંડ્યું. તેની આંખમાં તેજ અને સત્યને આકે શ દેખાતે ' હતો. સ્વદેશમિત્રન પકડેલી તેની હથેળીઓ કુમકુમ જેવી હતી. [

, ,