આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ ૨૯ ન થાય એવો હતે. અંદર સુઈ શકાય એમ નહોતું. રાજારામને ચટાઈ ધાબા પર પાથરીને સૂઈ ગયે. પગ લંબાવતાં તે સામેની પાળીને એડયા. પગ લાંબા કરવા માટે પૂરતી જગ્યા ન હોવાથી તેણે બંને પગ પાળી પર મૂક્યા. પાણીની સામી બાજુએથી જેનારને પાળી પર દેખાતાં પગનાં તળિયાં જાણે બે કમળ ખીલ્યાં ન હોય તેવાં જણાતાં હતાં. પગ પર કઈ શીત વસ્તુ આવીને પડી હોય એવું જણાતાં બીજી પળે રાજારામને આંખ ઉઘાડી. પગ પર આવીને પડેલી ચીજ કઠણ નહિ પણ મૃદુ અને સાથે સાથે સુખદાયક હતી. મનને મુગ્ધ કરે એવી સુવાસથી તેનું નાક ભરાઈ ગયું. આંખ ઉઘાડીને જતાં સહેજ કરમાયેલી મોગરાની વેણી ગુંચળું વળેલા સર્ષની જેમ પગ પર પડેલી જણાઈ. ઉબટન અને ચંદનની સુવાસ પણ તે ફૂલોની સુવાસ સાથે આવતી હતી, કેઈએ બારીમાંથી એ ફેકેલી હેવી જોઈએ. એ ઘરમાં કયું રહેતું હશે એનું અનુમાન તેણે કહ્યું. એક અનુમાન પર આવતાંની સાથે જ તેને વેણુને લાત મારવાને વિચાર આવ્યું. પરંતુ “ફૂલને લાત ન મરાય” એ વિચાર આવતાં તેણે પગ પર પડેલી વેણુ નીચે સરકાવી દીધી. પૂર્વમાં આકાશ સ્વરછ હતું. વેણુ જે બારીમાંથી ફેંકાઈ હતી એ બારીમાંથી કોઈના વીણ પર ભૂપાલ રાગ વગાડવાના ધીમા સૂર આવ્યા. રાજારામને ચટાઈ વીંટી લીધી અને અંદર આવે. - વેણની સુવાસ હજી પણ તેના પગ પરથી ગઈ ન હતી. અંદર તિળક, ગાંધીજી વગેરેના લટકાવેલા મોટા ફોટા પર તેની નજર પડી. “જ્યાં સુધી દેશ આઝાદ થાય નહિ ત્યાં સુધી તારે મુક્ત મને વાને નાદ કે ફૂલની સુવાસને ઉપભેગ કરે ન જોઈએ” એવી ફેટામાંના નેતાઓની નજર ચેતવણું આપતી હોય એવું તેને જણાવું. વાંચનાલયમાં નાખવામાં આવેલું છાપું તેણે