આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૦ આમાના આલાપ હાથમાં લીધું. મદ્રાસ, મદુરે, તિરુનેલવેલી વગેરે સ્થળોએથી ઘણું સત્યાગ્રહીઓ પકડાયા હતા. દેશભક્તો એક પછી એક જેલમાં જતા હોય ત્યારે પિતે બહાર રહે, એ તેને મન પાપ કરતાં પણ અધિક હીણું લાગ્યું, વાંચનાલયને તાળું મારીને તે નીચે આવ્યો ત્યારે ગીલેટ કરનાર ની દુકાને ઉઘાડતો હતે. વાંચનાલયની ચાવી તેને આપતાં રાજારામને મનની શંકા દૂર કરવા પૂછયું, “પાછળના મેડામાં કોણ રહે છે ?' “આ કેવો સવાલ છે, ભાઈ પાછળ એક નંબરની શેરી છે, એ હું જાણતો નથી?” કહીને સનીએ સ્મિત કર્યું. પોતે જાણે સમજી ગયા હોય, એમ રાજારામને વળતું સ્મિત કર્યું. આખી શેરી ગાંધર્વ લેક જેવી છે, એ આખું ગામ જાણે છે. કેમ શી વાત છે ?” “કાંઈ નહિ, ખાલી જાણવા માટે પૂછવું.' ‘તમારે જાણવા જેવું ત્યાં કાંઈ નથી, ભાઈ ! ” સેનીને ચાવી આપીને રાજારામન રવાના થયા. શેરીમાં દહીં વેચનારીઓનું વૃંદ સામેથી આવતું હતું. મોટી મોટી હાંડીએ માથા પરના ટોપલામાં મૂકીને, બંને હાથ સ્વાભાવિકપણે હલાવતી તેમને ચાલી આવતી જોઈને તેને આશ્ચર્ય થયું. કૌટુંબિક જવાબદારીઓ વહન કરનારાઓ જ આટલા સ્વાભાવિકપણે ચાલતાં હોય છે. જેઓને માથે કૌટુંબિક જવાબદારીઓ નથી, તેઓ જ જીવનમાં અટવાય છે, તેને લાગ્યું. ઘેર જઈ નાહી કપડાં બદલી રાજારામને બહાર જવા નીકળે ત્યાં તે મેલૂર જઈને ધીરધાર કરનારને મળી આવવા માટે માએ જણાવ્યું. મેલૂર તેનું મૂળ વતન હતું. મેલૂરમાં તેના વડવા, એનું એક ઘર અને થેડી જમીન છે. તેના બાપુજી મેલૂરમાં રહેતા હતા, તે હાઈસ્કૂલમાં દાખલ થયે એ પહેલાં જ તેના બાપુજી ગુજરી ગયા હતા. તે હાઈસ્કૂલમાં દાખલ થયા. ત્યારે જ મા-દીકરો મદુમાં રહેવા આવ્યાં હતાં. મદુરે હવે તેમને જવા દે તેમ નથી. તેમણે