આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આ ભાના આલાપ ૩૫. આપણામાંથી કેટલાકે ત્રિચિ જઈ વેદારશ્ય થઈ ત્યાંથી ચેલમના વકીલ સી. રાજગોપાલાચાર્યની આગેવાની નીચે જનારી મીઠાન સત્યાગ્રહીઓની ટુકડીમાં જવું જોઈતું હતું. મારે તે પણ તેમ જોડાઈને જેલમાં જવું જોઈતું હતું. મારી આ ઈચ્છા હતી. પણ હું તેમ કરી શક્યો નહિ. પણ હજી કાંઈ ખાટુંમોળું થઈ ગયું નથી. આપણે કંઈક કરવું જોઈએ. સવારે જોસફ સાહેબને મળવા ગયે. હતે; પણ તે ઘેર ન હતા. ગાંધીજી અને બીજા નેતાઓ પકડાયાના સમાચાર વાંચીને મારું લેહી ઊકળી ઊઠયું છે. આપણું માનનીય નેતાઓ જેલમાં હોય ત્યારે... આપણે આમ ખાલી બેસી રહી શકીએ. નહિ – રાજારામનની સાથે મુનિરુલપ્પન અને ગુરુસામીએ કહ્યું. સેલૂરમાં દારૂની દુકાને અને પૂર્વ ચિત્ર શેરીમાં અમ્મનમાતાના. મંદિરની પાસે આવેલી કાપડની દુકાન પર પિકટિંગ કરવાનું નક્કી થયું. બીજા પિકેટિંગની આગેવાની લેવા મુત્તિરુલપન અને ગુરુસામી. બંને તૈયાર હતા. ચિઠ્ઠીઓ નાખીને તે બેમાંથી કેણે આગેવાનો લેવી એ નક્કી કર્યું. બંને જેલમાં જાય તેના કરતાં કોઈ એકે બહાર રહીને આ કાર્યક્રમને દોરવણી આપવાની જરૂર હતી એમ લાગ્યું. રાજારામન જેલમાં જવા માટે મકકમ હતે. “ આજે જે જેલમાં જાય છે, તે માન અને ગૌરવ મેળવે છે. આ ગૌરવ આવતી કાલની પેઢીને મળશે નહિ' એવું વારંવાર કહેતે હતે. ચિઠ્ઠી નાખી તે ગુરુસામીનું નામ નીકળ્યું. મુત્તિરુલપને બહાર રહી વાંચનાલય અને બીજા કાર્યોનું ધ્યાન રાખવાનું હતું. પિતાને જેલમાં જવાની તક મળી નહિ એ દુઃખ સાથે તેણે આ વાત માન્ય રાખી, પછી મિત્રે વંદેમાતરમ બોલીને વિખરાયા ત્યારે ગત અડધા ઉપર વીતી ગઈ હતી. બધા પોતપોતાને ઘેર ગયા. એક રાજારામન વાંચનાલયમાં આવી ધાબા પર ચટાઈ પાથરીને સુઈ ગયે. પિકેટિંગ કરવાની તેને હજી બેત્રણ દિવસની વાર હતી. આ દરમિયાન કરવાનાં કામોને વિચાર કરે તે આડો પડ્યો. ઘણું