આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૩૯ પડે છે તેની મને ખબર ન હતી. હવેથી એવું નહિ કરું. આજ સુધી બન્યું તે માટે મોટું મન રાખીને મને માફ કરે” કહી કમળની કળીની જેમ તેણે હાથ જોડયા. હાથ જોડી, વિનય અને વિવેકપૂર્વક માફી આપવાનું જણાવીને તે અંદર ગઈ. વણકપ વિનય અને વિવેક જોઈને રાજારામન પ્રભાવિત થયે. ગુસ્સો તેના પર કરી ન શકાય એવું તેનું વર્તન જોઈને તેને પિતાના પર જ ગુસે આવ્યું. જાણે આવેલો એ ગુસ્સે મનમાં જ દબાવતે હોય તેમ તે ચટાઈ વાળાને પગથિયાં ઊતરતે હતો ત્યારે તેના કર્ણ પર વીણાના સુમધુર સુર પડ્યા. તેને, તેના વદનને અને જોડેલા કરની અંગુલીઓ જોયા પછી “વણને તે વગાડે છે કે વણ જ તેની સુંદર અંગુલીઓને રમાડી રહી છે, એ શંકા રાજરામનને ઉદ્ભવી. શંકા અને ક્રોધ વારાફરતી તેના મનમાં ઉભવતાં હોવા છતાં, તેનું નામ શું હશે, એ વિચારમાં તે ડૂબી ગયે. તે કંઠ, તે સહજ વિનય અને વિવેક જાણે જન્મગત હૈોય એવાં તેને જણાયાં. નીચે આવ્યા પછી પણ તે તેના વિચારોમાંથી પિતાની જાતને સરળતાથી મુક્ત કરી શક્યો નહિ. તે નીચે આવ્યું એ સાથે જ સોનીએ પિડું તોપુના બગીચાની મીટિંગ વિશે પૂછ્યું. રાજારામને તેમને બધી વાત વિગતવાર જણુંવી. તેની સાથે સાથે બાજના ઘરના મેડાવાળી છોકરીને બોલાવી હતી, એ વાત પણ કરી. “તેને ! તેને બધા પ્યારમાં મદુરમ કહે છે. મદુરવલી તેનું આખું નામ છે. ધનભાગ્યની છેડી છે.' આ વિગત વગર પૂછે જ સનીએ જણાવી. પરંતુ વાત બદલવાના આશયથી રાજારામને કહ્યું, સેની મહાશય ! હું મેલૂર જાઉં છું. પાછા આવતાં કદાંચ સાંજ પણ પડી જાય. મુક્તિરૂલપન અને ગુરુસામી આવે તે ચાવી આપજે. સાથે સાથે વાંચનાલયનું ધ્યાન રાખજે...” કહી ચાવી આપી, ન જોઈ, સંભાળીને જજે ભાઈ ! જ્યાં જુઓ ત્યાં સી. આઇ.