આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૦ આમાના આલાપ -- ડી. હેાય છે. તમારું નામ તેમની યાદીમાં હશે જ ને ?” સોનીએ તેને ચેતવણી આપી. ઘેર આવી, દાતણ કરી ને ધોઈને તે જતો હતો ત્યાં ટાઢે ભાત ખાઈને જવાનું માએ કહ્યું. ટાઢે ભાત, દહીં અને નારંગી તેને અમૃત જેવાં મીઠાં લાગ્યાં. વાડામાં ચાર ભાડવાત વચ્ચે એક જ નળ હોવાથી અને તેને લીધે બરાઓની ભીડ હોવાથી જાઉં છું ત્યાં જ નહાવાની વ્યવસ્થા કરવી પડશે, તેને લાગ્યું. ટાઢા ભાત અને દહીંમાં એક અનોખી શક્તિ હોય છે. સાંજ સુધી ભૂખ લાગતી નથી. ભાગિયાને મળી, વાતચીત કરી તિવાદપુરમમાં કામ પતાવીને મેરમાં પણ કેટલાંક લોકોને તે મળે. તેમાંના એકે તેને બપોરે પિતાને ત્યાં જમવા આવવા જણવ્યું. ગામની પશ્ચિમના બંધમાંથી કસમાં પાણું છોડયું હતું. ત્યાં જઈને તે નહાયે. અને ત્યાં જ ધતી સૂકવીને તેણે પહેરી લીધી. બપોરનું ભોજન પતાવીને મિત્રના ઘરના ઓટલા પર બેસીને વાત કરતા હતા ત્યારે મેલૂરના કાર્યકરોને કેટલીક વાતો અને ઉત્સાહી કાર્યક્રમ અંગે સમજ આપી. તેઓ તેના કરતા મેટા હતા, પરંતુ દુનિયામાં શું બની રહ્યું છે, એ જાણવાની ત્યાં સગવડ ન હોવાથી, તેમ જ તેમને દોરવણી. આપનારા બેત્રણ આગેવાને જેઓ બહારની દુનિયા સાથે સંબંધ ધરાવતા હતા તેઓ વેદારણ્યનાં મીઠાને સત્યાગ્રહ કરીને જેલમાં. ગયેલા હોવાથી રાજારામનને તેમને સમજાવવાની જરૂર પડી. | મેલૂરમાંથી તે મદુરે પાછો ફર્યો ત્યારે અંધારું થઈ ગયું. ઘેર જઈને માને સમાચાર જણાવીને વાંચનાલયમાં જવાને તેને વિચાર હતા. પરંતુ ઘરમાં દાખલ થતાં માએ તેને જણાવ્યું, “ ઘેર આવે ત્યારે વાંચનાલયમાં ન આવવાનું તને સોનીએ કહ્યું છે. પાંચ વાગે મુત્તિર્લીપન અને ગુરુસામી આવ્યા હતા. પિલીસ તેમને પકડી ગઈ છે. તું આવે નહિ, એમ જણાવી સોની જલદી, જલદી ચાલ્યા ગયા.'