આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કરે ૪૨ આત્માના આલાપ પકડાય તે પિકેટિંગ કરતાં પકડાયેલ છે, એમ કહી શકાય. એવું ગૌરવ લેવા તે ઈચછતે હતે. સાત વાગે વાળુ કરવા માટે હાથપગ ધોવા તે પાછળના કૂવા પર ગયો ત્યારે ત્યાં બફારાને લીધે બહાર ખાટલે ઢાળીને બેઠેલા, મકાનની બાજુના ભાગમાં રહેતા, વકીલન મુનીમ તિરુકટને તેની સાથે વાત છેડી, “કેમ, ભાઈ રાજારામન, આ મીઠાના સત્યાગ્રહ તેમ જ પરદેશી કાપડની દુકાન પર પિકેટિંગ – આ બધાને અર્થ શું છે ? એથી તમારા ગાંધીને શું ફાયદો થવાને છે ? કયારેય સૂર્ય આથમતે. નથી, એવા બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી શકાશે, એમ તમે માને છે ? આ બધું નાનાં છોકરાંની રમત જેવું છે...' “નાનાં છોકરાંઓ રમત રમીને જ મોટાં થયાં છે. જસ્ટીશ પક્ષના વકીલના તમે ઘણા વખતથી મુનીમ છે, તમારી બુદ્ધિ પણ તેમના જેવી થઈ ગઈ છે. આ દેશને પિણા ભાગના લેકેને આજે પણ સ્વદેશી એટલે શું એની જાણ નથી. આ એક ખાટું કાર્ય છે તેમ જ રાજદ્રોહ છે, એવી ખાટી માન્યતા લેકના મનમાં ઘર કરી બેઠી છે. એને તે ધીમે ધીમે દૂર કરી શકાશે. તે દૂર કરવા માટે ગાંધીજી જે કાંઈ કરી રહ્યા છે, એ તદ્દન એગ્ય છે. આ સર્વદેશીની હિલચાલ એટલે શું, એ તમારા જેવા કરોડ માણસોને બાળપોથીથી જ સમજાવવાની જરૂર છે. બ્રિટિશ કોણ છે અને તમે કોણ છે? તમે તેમને તમારા દાદા માનતા હે, એ રીતે તમે વાત કરે છે. ગમે તેમ કરીને આ ભ્રમને દૂર કરે જ રહ્યો...” - “તને ફાવે તેમ કર ! તારી મા ખૂબ કષ્ટ ભોગવે છે. તું ભણ તર મૂકીને નાહક રખડે છે !'

“મારી મા તે અભણ છે ! તે તેના સ્નેહપાશને લીધે આમ વિચારે છે. પણ તમે બધા તે ભણેલા છે ! જ્યાં ખુદ તમે આવો વિચાર કરતા હે ત્યાં શું કરવું.'