આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ૨ આત્માના આલાપ શક્તિશાળી હશે, એને વિચાર આવતાં રાજારામને આશ્ચર્ય અનુભવ્યું. પત્ની મૃત્યુ સામે ઝઝૂમી રહી હતી એથી પિતે લાહેર કેંગ્રેસના અધિવેશનમાં ભાગ લઈ શક્યા નહિ, એનું તેમને દુઃખ છે, એ જાણુને કઈ એક મહાન શકિત આવાં કાર્યો કરવા માટે માણુ સને પ્રેરણા આપે છે, એ વાત તે બરાબર સમજી શક્યો. વેદકાળ પછીને ભારતવર્ષને તિળક અને મહાત્મા ગાંધીએ દેશભકિત નામની એક નવી તપસ્યામાં કાર્યરત રહેવા માટે માર્ગ ચી છે એ તેણે જોયું. પ્રાચીન કાળમાં મોક્ષ મેળવવા માટે જ તપસ્યા કરવામાં આવતી હતી. જ્યારે આ તપસ્યાને સંપૂર્ણ ઉદ્દેશ તે સમસ્ત દેશ ઉન્નત બને એ છે. આ નવી તપસ્યામાં ભાગ લેનારા ગીઓના સમુદ્રમાં પતે પણ જોડાય છે, એ વિચારથી તે આનંદિત થયે, સત્યાગ્રહ શબ્દને અર્થ પ્રહદીશ્વરને સ્પષ્ટ સમજાવ્યું ત્યારે તે આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. “ચળવળ' શબ્દને જે અર્થ હતા તેના કરતાં આ શબ્દને અર્થ વધુ વિશાળ અને ઉન્નત હતે. જેલમાં તેઓને આપવામાં આવતે રાક ન ખવાય એવો હતું. એક દિવસ પ્રહદીશ્વરનને આપવામાં આવેલા બાવટાના ભડકામાંથી એક વદે નીકળ્યો. એ બધાને બતાવીને એ ભડકું તેમણે ન ખાતાં એક ખૂણામાં મૂકી રાખ્યું. બીજા સત્યાગ્રહીઓમાંના કેટલાકને ઝાડા અને ઊલટી થયાં. બધા વર્ગના કેદીઓએ એક થઈને સીધુંસામગ્રી પિતાને આપવામાં આવે તે પોતે હાથે રાંધવાની તૈયારી બતાવી. જેલના અધિકારીએ એ મારા માન્ય રાખી. પ્રહદીશ્વરન રસોઈ કરવામાં પ્રવીણ હતા. રસોઈ બનાવવાની જવાબદારી તેમણે સહર્ષ સ્વીકારી લીધી. તેમની મદદમાં રાજારામન ઊભો રહ્યો. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મોટા મોટા નેતાઓને એક પતિમાં બેસીને જમતા જોઈ તેને અને પ્રહદીશ્વરનને અત્યંત આનંદ થયે, કેટલાક સત્યાગ્રહીઓ જમતા પહેલાં કલેક બેલતા હતાં, ' '