આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૬૦. આત્માના આલાપ ઈચ્છે છે, એવું તેને લાગ્યું હતું. મુનિરુલપન અને ગુરુસામી કડલૂર જેલમાં હોવાના સમાચાર પણું એ વખતે તેમને પૂછીને તેણે જાણી લીધા હતા. આથી પ્રહદીશ્વરનની સાથે પુદુ જઈ અઠવાડિયું, દશ દિવસ રહેવા જવાનું આનાકાની કર્યા વગર રાજારામને સ્વીકારી લીધું. ઘર ખાલી કરીને સરસામાન મેલૂર લઈ જઈને ત્યાં મુકા છે. વાંચનાલય વ્યવસ્થિત ચાલે છે – આ સેનીએ જણવેલી વિગતો પરથી પિતે સીધે મદુરે નહિ જાય તે કાંઈ વધે આવશે નહિ એમ તેને લાગ્યું. પ્રહદીશ્વરન સાથે પુદુકદ્દે ગયે. - એ આખું સપ્તાહ રાજારામન પુદુકમાં રહ્યો નહિ. ત્યાં જતી વખતે બંને બે દિવસ ત્રિચિમાં રહ્યા અને ત્યાં કેટલાક નેતાઓ અને કાર્યકરોને મળ્યા. પદુકોદેમાં તે ત્રણ દિવસ રેકો. એકકેક દિવસ પ્રામતી અને અન્નવાસલ ગામમાં પ્રહદીશ્વર તેને લઈ ગયે. તેના કુટુંબનાં બધાં જ રેટિયો શીખ્યાં છે અને પત્ની તથા બાળકો બધાં જ ખાદી પહેરે છે, એ જોઈને તેણે ગૌરવ અનુભવ્યું. - તે મદુરે આવવા નીકળે ત્યારે પ્રહદીશ્વર તેની સાથે કારકુડિ સુધી આવ્યા. ત્યાં તેમને કેટલાકને મળવાનું હતું. કારે કુડિમાં તેમણે તેને વિદાય આપતાં કહ્યું, “આવતી કાલથી હું અને મારી પત્ની ભારતીયારનું ગીત ગાતાં ગાતાં શેરીએ શેરીએ ફરીશું અને પુદુક પ્રદે શમાં આવેલાં ગામડે ગામડે ખભે મૂકીને ખાદીનું વેચાણ કરીશું. મદુમાં તમે પણ આ કામ કરશે તો મને આનંદ થશે.' ખાદીને પ્રચાર કરવાનું રાજારામને પ્રહદીશ્વરનને વચન આપ્યું. બંનેને એકબીજાની વિદાય લેતાં અત્યંત દુખ થયું. તેમની મિત્રતાનું બંધન કેટલું છે, એ મહિનાઓ સુધી સાથે રહેવાથી સમજાયું ન હતું તે અત્યારે વિખૂટા પડતી વખતે સમજાયું. તે મદુરે આવ્યો ત્યારે રાતના આઠ થઈ ગયા હતા. જ્યારે અહીંથી નીકળે ત્યારે આવા અંધા રામાં નીકળ્યું હત” એ તેને યાદ આવ્યું. પશ્ચિમના ગોપુરમના દર 11 ક, ત્ર'