આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૬૧ વાજા આગળ આવીને તે ઊભો રહ્યો ત્યાં જ ક્યાં જઈને રહેવું એ પ્રશ્ન તેના મનમાં ઉદ્ભવે. મા જે ઘરમાં ગુજરી ગઈ હતી એ ઘર અત્યંત નજીક જ છે, એ યાદ આવતાં તેનું દિલ ભરાઈ આવ્યું. વૈદ્યનાથ અય્યરને ત્યાં કે જોસફ સરને ત્યાં જઈ શકાશે, તેને થયું. પરંતુ જાહેર કામો કરવા માટે વાંચનાલયમાં રહેવું એ સારું છે, તેને વિચાર આવ્યા. “સની વાંચનાલયને તાળું મારીને ઘેર ગયા હોય તે ?” “ઘેર ગયા હોય તે શું થઈ ગયું ! સોનીનું ઘર બાજુમાં જ ચેબિયન કુવાવાળી શેરીમાં જ છે. ત્યાં જઈને ચાવી લઈ આવીશ......” – આ નિર્ણય પર આવીને તે ઉત્તરમાં પાછા ફરી ગોપુરમના દરવાજેથી ચિત્ર શેરી તરફ ગયે. તેના અનુમાન મુજબ સેનીની દુકાને તાળું માર્યું હતું, પરંતુ નસીબજોગે વાંચનાલયના મેડા પર બત્તોને પ્રકાશ જણાય. એથી કંઈ વાંચનાલયના મેડા પર છે એ નકકી થયું. દાદર ચઢીને તે ઉપર ગમે ત્યારે મેડાનું બારણું વાસેલું હતું. તેણે ધીરેથી બારણું ખખડાવ્યું. અંદર થતી વાતચીતનો અવાજ પરથી ત્યાં ચારપાંચ માણસે છે, એ નિર્ણય પર તે આવ્યું. બારણું મુત્તિલપને ઉઘાડયું. રાજારામન મિત્રને ગળે બાઝી પડ્યો. ગુરુસામી અને કાપડની દુકાન પર પિકેટિંગ કરતા પકડાચેલા મિત્રો, સની અંદર ખુરશીમાં બેઠા હતા. વાંચનાલયમાં અત્યારે પાંચછ ફેડિગ ખુરશીઓ, પુસ્તકનાં બે કબાટે અને એક મોટું મેજ જોઈને તે તમાશ્ચર્ય પામે, મકાનનું ભાડું નહિ આપી શકાયું હોય ને તેથી વાંચનાલય બંધ પડી ગયું હશે, એ તેને ડર હતા. પરંતુ “એમ નથી, વાંચનાલય ચાલે છે ” – સેની વેલુર જેલમાં આવ્યા ત્યારે જણાવીને તેને ધરપત આપી