આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવરણ[૧] છે પણ આડ્ય ન કરે, તેને સાવ[૨] નિરંતર વ્યોમ[૩]. ૭

તેમ મહાકળા છે મહાપુરુષને, અણલિંગી અભ્યાસ;
સ્થૂલતા દર્શન-શરીરે[૪], સેહેજે થયો સમાસ. ૮

દેહાધ્યાસે દોષ સઘળા, દેહ તેજ સંસાર;
દેહ તેને સર્વ સાચું, પાપ પુણ્ય અવતાર. ૯

કહે અખો સહુકો સુણો, લક્ષ મોહોટો મહંતને;
જેણે મનસા વાચા કર્મણા, સેવ્યા હરિ-ગુરુ-સંતને. ૧૦


કડવું ૧૭ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ - ૧

રાગ ધન્યાશ્રી

વસ્તુને વાણીબોલીનવશકેજી, મનતણી સુરતજિહાં જાતાં થકે જી;
સદ્‍ગુરુ-કેરો જો લક્ષ આવે તકેજી [૫], તે નર [૬]સ્વેં હરિ થાય જેણે પલકેજી[૭]


  1. ઢાંકણ.
  2. બધું.
  3. આકાશ.
  4. આત્મારૂપ શરીરમાં.
  5. લીન
  6. પોતે
  7. પળમાં