આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે કાષ્ઠ નોહે કશાનું [૧] નોહે, કરે તે ઘોર અંધાર;
દારૂનાં દલથકી ટળ્યો, અને ઝળક્યો નહિ ઝાતકાર[૨]. ૫

તેમ શૂન્યવાદીને સત્તા ખરી, પણ આતમ નહિં ઉદ્યોત[૩] ;
કથે પણ તેહનો ક્લેશ ન ટલે, જેહવી ચિત્રામણની[૪] જ્યોત. ૬

જેમ ચિત્રદીપ દીસવા લાગે, પણ અજવાળું નવ થાય;
તેમ શૂન્યવાદી સર્વનાશ કહે, પણ મૂલ-મહિમા[૫] ન પ્રીછાય. ૭

તે પ્રપંચને મિથ્યા કહે, પરમાત્માને કહે નથી;
કર્મ ધર્મને તે પરઠે,કહે જગત સર્વે શૂન્યથી. ૮

કહે શૂન્ય ઉપજે શૂન્યે સમાયે, શૂન્યમાંહે સહુ સ્થિતિ કરે;
શૂન્યમાં આશય છે તેહનું, કહે મુઓ ફરી નહીં અવતરે. ૯

કહે અખો શૂન્યવાદી, ન પામે મૂલ-તંતને;
પ્રભુ પરમારથ તેહજ પામે, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦

કડવું ૨૬ મું - શૂન્યવાદીનો વિતંડાવાદ

રાગ ધન્યાશ્રી

હવે કહું અધમ એ શૂન્યવાદીજી, જેને શૂન્યની શુધ્ધ ન લાધીજી;
પ્રપંચ ન ટળ્યો નિંદા વાધીજી, તેણે મિથ્યા બુધ્ધિ સાધીજી. ૧

પૂર્વછાયા

તે પ્રપંચને મિથ્યા કહે, પણ હૃદે જગત સાચું સહી;
અધમ નામ તે માટે એહનું, જે શૂન્યવાદીએ પૂરા નહિ. ૧

તે કરતવ્યથી નવ ઓસરે[૬], ઉત્તમ તજે ને મધ્યમ ભજે [૭];
દેહઆસક્ત [૮] રહે સદા, સુખદુઃખ પામે જયવિજે[૯]. ૨


  1. અગ્નિ
  2. સ્પષ્ટપણે
  3. વધારે ફેલાવાવાળો.
  4. ચિત્રમાં આળેખેલી.
  5. મૂળ વસ્તુનું સામર્થ્ય.
  6. પાછા હઠે.
  7. સેવે
  8. શરીરમાં અતિ પ્રીતિવાળા
  9. જયને પરાજયમાં