આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વ્યતિરેક નાવે વાણ્યમાંહે[૧], અન્વયપદમાં એ લખે. ૮

અતિ આઘો લક્ષવિપુના,[૨] સમજ્યા સરખું સાર છે;
વિદેહકેરી વાત મોટી, શબ્દકેરે તે પાર છે. ૯

કહે અખો સહુકો સુણો, એ સમજ છે મહંતને;
એ અર્થને જે સમજે, તે રહે પાર વેદાન્તને. ૧૦


કડવું ૨૯ મું - ષટ્શાસ્ત્ર, ષટ્ઉપશાસ્ત્ર અને ષટ્દર્શનનું વર્ણન

રાગ ધન્યાશ્રી

જે ઘટ ઉપનું એવું જ્ઞાનજી, ત્યાં તેહ થયું સર્વ સમાનજી;
જીવ ઇશ્વરનું પામ્યું નિદાનજી[૩], ત્યાંથી ટળીયું પ્રક્રુતિનુંભાનજી.


  1. વાણીમાં
  2. શરીર વિના
  3. કારણ