આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જીવ થાપ્યો મત સઘળે, પછે આચરણ અળગા આચર્યાં;
જીવરૂપે માના ઉદરથી, અળગા કો નવ નીસર્યા. ૭

સાંખ્યને આંખ્ય પા વસાની, જો ચાલે તો ચાલી શકે;
વેદાંતને વાટ સૂજે સુધી[૧], જો માયા મુખથી નવ બકે. ૮

એક એક માંહોમાંહે ખટપટે, હારદ[૨] હેત મળે નહીં;
મધ્યે બેઠી માયા મોટી, તે અપત્યને[૩] રાખે અહીં. ૯

કહે અખો સહુકો સુણો, એમ સમજ છે મહંતને;
એહનું હારદ તો હાથ આવેમ જો સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦


કડવું ૩૨ મું - મુમુક્ષુને સત્સંગની તૃષ્ણા

રાગ ધન્યાશ્રી

સંતનો અતિમોટો મહિમાયજી, સીજે[૪] કારજ સંતપસાયજી[૫];
સંતના જશને ગીતા ગાયજી, સાધુ સેવતાં કારજ થાયજી. ૧

પૂર્વછાયા

કારજ થાય ને ગહેન[૬] પલાયે, જ્ઞાન યથાર્થ ઉપજે;
નિર્મલ નેત્ર તે કરે હરિજન, જો ભાવે સંતજનને ભજે. ૧

ભાઇ ભાવ ન ઉપજે જ્યાંહાં લગે, તૃષાવંતનેય[૭] જેમ તોયનો[૮];
ભાવવિના પુંથલી-તન[૯]-જેવો, કહાબે નહી તે કોયનો. ૨

ભાઇ રતિવિના[૧૦] રામ નવ મળે, ખરી કીધા વિના ખેપ[૧૧]
જેમ પિપાસા[૧૨] જાયે પાન કીધે, શું હોય કીધે જળ-લેપ[૧૩]


  1. પાંસરી
  2. અભિપ્રાય
  3. પોતાનાં છોકરાંને
  4. સિદ્ધ થાય
  5. મહાત્માની કૃપાથી
  6. ઘેન
  7. તર્ષ્યાને
  8. પાણીનો
  9. વેશ્યાના છોકરા જેવો
  10. પ્રીતિવીના.
  11. પ્રયત્ન.
  12. તરસ
  13. પાણીને શરીરે ચોપડવું.