આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેળ[૧] ન દે એ માયા મધ્યથી, જેમ જેમ થાએ ભંગ[૨]. ૬

જેમ તેલ કુસુમેકરી[૩] વાસિયે [૪], તેણે સઘળે તે લાગે વાસ;
તે મધ્ય આવે કાંકરી, તેને ન આવે આભાસ. ૭

જેમ સલિલ[૫]-મધ્યે શિલા રહે, પણ અંતર ન ટળે આગ્ય[૬];
તો નીર તેહને શું કરે, જો ભેદવા નહીં જાગ્ય[૭]

જેમ ચંદનને ગંધે કરી, થાએ ચંદન આક[૮] પલાશ[૯];
પણ ગાંઠ હોયે રુદે વાંસને, તેહને લાગે નહિ વાસ. ૯

કહે અખો હરિ-રુપા હોએ, તો સમું પડે તે જંતને;
દોષ-દરશન નવ હોએ, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦


કડવું ૩૪ મું - સત્સંગની આર્તિ અને સંતના ગુણ.

રાગ ધન્યાશ્રી

સંત સંગત કરતાં વિલંબ ન કીજેજી, જેમ તેમ કરીને હરિરસ પીજેજી;
મહાજન સંગે કારજ સીજેજી, વસ્તુ-રૂપ[૧૦] થઇને તો જીવીજેજી[૧૧]

પૂર્વછાયા

વસ્તુ-રૂપે થઇ જીવિયે, તે કળા જાણે મહંત;
તત્વ સઘળાં એમ દીસે, જેમ પટરૂપે[૧૨] તંત[૧૩]. ૧

જેમ છીપને રત ખરી ઉપજે, તો ઉપર આવે જળમાંહેથી;
સુરત્યનો[૧૪] તાણ્યો તે પરજન્ય, આવી વરસે ક્યાંહેથી. ૨

તેહનાં મુખ વિકસી[૧૫] રહે, લેવા કાજે બિંદુને;
તો મુક્તાફળ[૧૬] નીપજે મનોહત, પામે નિજ આનંદને. ૩


  1. એકરૂપ થવું.
  2. ભેદ.
  3. ફૂલવડે
  4. ગંધ બેસાડીએ
  5. પાણીમાં
  6. અગ્નિ
  7. જગ્યા
  8. આકડો
  9. ખાખરો
  10. બ્રહ્મરૂપ.
  11. જીવીએ.
  12. લૂગડારૂપે.
  13. તાંતણા.
  14. મનોવૃત્તિનો.
  15. ફાડી.
  16. મોતી.