આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કડવું ૫ મું - જીવ ઉપર માયાનો દગો

રાગ ધન્યાશ્રી

મર્મ ન સમઝે જે માયાતણોજી, તે નર જાણે હું ઘણું બોલણોજી;
તેહને જાણે જનની આપણોજી, તે ભવ[૧] ભટકે સહુથી અતિ ઘણોજી

પૂર્વછાયા

ભવમાંહે ભટકે ઘણું, પોતાનો કરીને ઠગે;
જ્યમ વિશ્વાસીને[૨] વધે[૩] વેરી[૪], દીન[૫] થઇ મારે દગે. ૧

જેમ પાળે ખેરીને[૬] ખાટકી[૭], તેને ભક્ષ્ય ભોજ્ય આપે ઘણું;


  1. સંસારમાં
  2. વિશ્વાસ ઉપજાવીને
  3. હણે
  4. શત્રુ
  5. રાંક
  6. બકરાને
  7. કસાઇ