આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છું; આકાશમાં શબ્દ છું અને પુરુષોનું હું પરાક્રમ છું. ૮.

પૃથ્વીમાં સુગન્ધ હું છું, અગ્નિમાં તેજ છું, પ્રાણીમાત્રનું જીવન હું છું, તપસ્વીનું તપ હું છું. ૯.

હે પાર્થ ! બધા જીવોનું સનાતન બીજ મને જાણ; બુદ્ધિમાનોની હું બુદ્ધિ છું, તેજસ્વીઓનું તેજ પણ હું જ છું. ૧૦.

બળવાનોનું હું કામ અને રાગ વિનાનું બળ છું, અને હે ભરતર્ષભ ! પ્રાણીઓમાં હું ધર્મનો અવિરોધી કામ છું.૧૧.

જે જે સાત્ત્વિક, રાજસી અને તામસી ભાવો એટલે કે પદાર્થો છે તે મારા થકી ઉત્પન્ન થયેલા જાણજે. પણ હું તેમાં છું એમ નથી, તે મારામાં છે.

નોંધ : આ ભાવોની ઉપર પરમાત્મા નિર્ભર નથી પણ તે ભાવો તેની ઉપર નિર્ભર છે. તેને આધારે રહે છે ને તેને વશ છે.

૨૨

આ ત્રિગુણી ભાવો વડે આખું જગત મોહીત થયેલું છે, અને તેથી, તેનાથી ઊંચા અને જુદા એવા મને અવિનાશીને તે ઓળખતું નથી. ૧૩.

૮૦