આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ બધું (વિશ્વ) વાસુદેવ જ છે એમ ઘણા જન્મોને અંતે ઓળખી જ્ઞાની પુરુષ મારું શરણ લે છે. આવો મહાત્મા વિરલો જ હોય. ૧૯.

જુદી જુદી કામનાઓથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા લોકો પોતાની પ્રકૃતિને વશ થઈ જુદી જુદી વિધિનો આશ્રય લઈને બીજા દેવતાઓને શરણે જાય છે. ૨૦.

જે જે મનુષ્ય જે જે સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક ભજવા ઈચ્છે છે તે તે સ્વરૂપને વિશે તેની શ્રદ્ધાને હું દૃઢ કરું છું. (૨૧)

એવી શ્રદ્ધાને બળે તે, તે સ્વરૂપની તે આરાધના કરે છે અને તે છેવટે મેં નિર્મિત કરેલી ને તેણે ઈચ્છેલી કામનાઓ તે પૂરી કરે છે. ૨૧.

પણ, તે અલ્પબુદ્ધિ લોકોને જે ફળ મલે છે તે નાશવંત હોય છે. દેવોને ભજનારા દેવોને પામે છે, મને ભજનારા મને પામે છે. ૨૨.

મારા પરમ, અવિનાશી અને અનુપમ સ્વરૂપને ન જાણનારા બુદ્ધિહીન લોકો ઇન્દ્રીયોથી અતીત એવા મને ઇન્દ્રિયગમ્ય થયેલો માને છે. ૨૪.

૮૨