આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઈન્દ્રિયોનાં બધાં દ્વારોને રોકીને, મનને હૃદયમાં સ્થિર કરીને, મસ્તકમાં પ્રાણને ધારણ કરીને, સમાધિસ્થ થઈને ૐ એવા એકાક્ષરી બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારું ચિંતન કરતો જે મનુષ્ય દેહ છોડે તે પરમગતિને પામે છે. ૧૨–૧૩.

હે પાર્થ ! બીજે ક્યાંય ચિત્ત રાખ્યા વિના જે નિત્ય અને નિરંતર મારું જ સ્મરણ કરે છે તે નિત્ય-યુક્ત યોગી મને સહેજે પામે છે. ૧૪.

મને પામીને પરમગતિએ પહોંચેલા મહાત્માઓ દુઃખનું ઘર એવા અશાશ્વત પુનર્જન્મને નથી પામતા. ૧૫.

૨૫

હે કૌન્તેય ! બ્રહ્મલોકથી માંડીને બધા લોકો ફરી ફરી આવનારા છે. પરંતુ મને પામ્યા પછી મનુષ્યને ફરી જન્મવાપણું નથી હોતું. ૧૬.

હજાર યુગ લગીનો બ્રહ્માનો એક દિવસ અને હજાર યુગ સુધીની એક રાત્રિ જેઓ જાણે છે તેઓ રાતદિવસ જાણનારા છે. ૧૭.

નોંધ : મતલબમાં, આપણા ચોવીસ કલાકનાં રાતદિવસ એ કાળચક્રની અંદર એક ક્ષણ કરતાં પણ

૮૮