આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજવિદ્યારાજગુહ્યયોગ

આમાં ભક્તિનો મહિમા ગાયો છે. ૨૭

श्रीभगवान बोल्याः:

અદેખાઈ કરનારો દોષદર્શી તું નથી તેથી તેને હું ગુહ્યમાં ગુહ્ય અનુભવવાળું જ્ઞાન આપીશ, જે જાણીને તું અકલ્યાણમાંથી બચશે. ૧.

વિદ્યાઓમાં આ રાજા છે; ગૂઢ વસ્તુઓમાં પણ શ્રેષ્ઠ છે. આ વિદ્યા પવિત્ર છે, ઉત્તમ છે, પ્રત્યક્ષ અનુભવમાં આવે તેવી અને ધર્માનુકૂલ છે. તેમ જ આચારમાં મૂકવામાં સહેલી અને અવિનાશી છે. ૨.

હે પરતંપ ! આ ધર્મને વિશે જેને શ્રદ્ધા નથી એવા લોકો મને ન પામતાં મૃત્યુમય સંસારમાર્ગમાં ફરી ફરીને અથડાય છે. ૩.

૯૩