આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારામાં ચિત્ત પરોવનારા, અને પ્રાણાર્પણ કરનારા એકબીજાને બોધ કરતાં, મારું જ નિત્ય કીર્તન કરતાં, સંતોષમાં અને આનંદમાં રહે છે. ૯.

એમ મારામાં તન્મય રહેનાર અને મને પ્રેમપૂર્વક ભજનારને હું બુદ્ધિશક્તિ અને જ્ઞાન આપું છું જેથી તેઓ મને પામે છે. ૧૦.

તેમની ઉપર અનુગ્રહ કરીને, તેમના હૃદયમાં રહેલો હું, જ્ઞાનરૂપી પ્રકાશમય દીવાથી, તેમના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરું છું. ૧૧.

૩૨

अर्जुन बोल्या :

હે ભગવાન ! તમે પરમ–બ્રહ્મ છો, પરમધામ છો, પરમ-પવિત્ર છો. બધા ઋષિઓ, દેવર્ષિ નારદ, અસિત, દેવલ અને વ્યાસ તમને અવિનાશી, દિવ્ય-પુરુષ, આદિદેવ, અજન્મા, અને સર્વવ્યાપી કહે છે. ને તમે પોતે પણ મને તેમ જ કહો છો. ૧૨ – ૧૩.

૧૦૨