આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને મૌન ધારણ કરે છે, જે કાંઈ મળે તેથી જેને સંતોષ છે, જેને પોતાનું એવું કોઈ આશ્રયનું સ્થાન નથી, જે સ્થિર ચિત્તવાળો છે, એવો ભક્ત મને પ્રિય છે. ૧૮-૧૯.


આ પવિત્ર અમૃતરૂપ જ્ઞાન જેઓ મારામાં પરાયણ રહીને શ્રદ્ધાપૂર્વક સેવે છે તેઓ મારા અતિશય પ્રિય ભક્ત છે. ૨૦.

ૐ તત્સત

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'ભક્તિયોગ' નામનો બારમો અધ્યાય અત્રે પૂરો થાય છે.

* * *
૧૨૭