આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હે કુરુનંદન! જ્યારે તમોગુણની વૃધ્ધિ થાય છે ત્યારે અજ્ઞાન,મંદતા અસાવધાની અને મૂઢતા થાય છે. ૧૩.

પોતામાં સત્ત્વગુણની વૃધ્ધિ થઇ હોય ત્યારે દેહધારી મૃત્યુ પામે તો તે ઉત્તમ જ્ઞાનીના નિર્મળ લોકને પામે છે. ૧૪.

રજોગુણમાં મૃત્યુ થાય તો દેહધારી કર્મસંગીના લોકમાં જન્મે છે, અને તમોગુણમાં મૃત્યુ પામનાર મૂઢયોનિમાં જન્મે છે. ૧૫.

નોંધઃ કર્મસંગી એટલે મનુષ્યલોક અને મૂઢયોનિ એટલે પશુ ઇત્યાદિ લોક.

સત્કર્મનું ફળ સાત્ત્વિક અને નિર્મળ હોય છે. રાજસી કર્મનું ફળ દુઃખ હોય છે, અને તામસી કર્મનું ફળ અજ્ઞાન હોય છે. ૧૬.

નોંધઃ જેને આપણે સામન્ય વ્યવહારમાં સુખદુઃખ માનીએ છીએ તે સુખદુઃખનો ઉલ્લેખ અહીં ન સમજવો. સુખ એટલે

૧૪૦