આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અપ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં એકસરખો રહે છે, પોતાની નિંદા કે સ્તુતિ જેને સરખાં છે, જે મિત્રપક્ષ અને શત્રુપક્ષને વિશે સમાન્ભાવ રાખે છે, અને જેણે સર્વ આરંભોનો ત્યાગ કર્યો છે એવો બુધ્ધિમાન, તે ગુણાતીત કહેવાય છે.૨૨-૨૩-૨૪-૨૫.

નોંધઃ ૨૨થી ૨૫ શ્લોકો એક સાથે વિચારવાના છે. પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ, આગળના શ્લોકમાં જણાવ્યું છે તેમ સત્ત્વ, રજસ્ ને તમસ્ નાં અનુક્રમે પરિણામો અથવા ચિહ્‍ન છે. એટલે ગુણોને જે ઓળંગી ગયો છે તેની ઉપર તે પરિણામની અસર ન હોય એમ કહેવાનું આમાં તાત્પર્ય છે. પથ્થર પ્રકાશની ઈચ્છા નથી કરતો, નથી પ્રવૃત્તિ કે જડતાનો હેત કરતો; એને ઈચ્છ્યા વિના શાંતિ છે; એને કોઈ ગતિ આપે છે તો તેનો તે દ્વેષ નથી કરતો. ગતિ આપ્યા પછી તેને કોઈ સ્થિર કરી મૂકે છે તો તેથી પ્રવૃત્તિ (ગતિ) બંધ થઈ, મોહ, જડતા પ્રાપ્ત થયાં એમ તેને લાગી દુઃખ નથી થતું; પણ ત્રણે સ્થિતિએ તે એકસરખો વર્તે છે.

પથ્થર અને ગુણાતીતમાં ભેદ એ કે ગુણાતીત ચેતનમય છે ને તેણે જ્ઞાનપૂર્વક

૧૪૩