આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગુણોનાં પરિણામોનો, સ્પર્શનો ત્યાગ કર્યો છે અને એક રીતે જડ પથ્થરના જેવો બન્યો છે. પથ્થર ગુણોનાં એટલે પ્રકૃતિનાં કાર્યોનો સાક્ષી રહે છે, કર્તા મટી જાય છે. આવા જ્ઞાનીને વિશે કલ્પી શકાય કે તે ૨૩મા શ્લોકમાં કહ્યા પ્રમાણે ગુણો પોતાનાં કાર્ય કર્યા કરે છે એમ સમજતો હોવાથી હાલતો નથી, અને અચળ રહે છે; ઉદાસીનની જેમ બેસે છે એટલે અડગ રહે છે. ગુણોમાં તન્મય થયેલા આપણે આ સ્થિતિ કેવળ કલ્પીને ધીરજપૂર્વક સમજી શઈએ છીએ, અનુભવી નથી શકતા. પણ તે કલ્પનાને નજરમાં રાખી આપણે 'હું'પણાંને દિવસે દિવસે મોળું કરીએ તો છેવટ ગુણાતીત પોતાની સ્થિતિ अनुभवे છે, वर्णवी નથી શકતો. વર્ણવી શકે છે તે ગુણાતીત નથી, કેમ કે તેનામાં અહંભાવ રહ્યો છે. બધા સહેજે અનુભવી શકે છે તે શાંતિ, પ્રકાશ, ધાંધલ - પ્રવૃત્તિ કે જડતા - મોહ હોય છે. સાત્ત્વિકતા એ ગુણાતીતની પાસેમાં પાસેની સ્થિતિ છે એમ ગીતામાં ઠેકઠેકાણે સ્પષ્ટ કર્યું છે. તેથી મનુષ્યમાત્રનો પ્રયત્ન સત્ત્વગુણ केळववानो છે. અને અંતે તેને ગુણાતીત અઅસ્થા પ્રાપ્ત થશે જ એવો વિશ્વાસ એ રાખે.

૧૪૪