આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૫

પુરુષોત્તમ યોગ


આ અધ્યાય્માં ક્ષર અને અક્ષરથી પર એવું પોતનું ઉત્તમ સ્વરુપ ભગવાને સમજાવ્યું છે.

૪૪

श्री भगवान बोल्याः

જેનું મૂળ ઊંચે છે, જેની શાખા નીચે છે, અને વેદો જેનાં પાંદડાં છે એવું જે અવિનાશી અશ્વત્થ સંસારવૄક્ષ કહેવાયછે તેને જે જીણે છે તે વેદને જાણનારો જ્ઞાની છે.

નોંધઃ 'શ્વઃ' એટલે આવતીકાલ. તેથી અ-શ્વ -ત્થ એટલે આવતી કાલ લગી ન ટકનાર એવો ક્ષણિક સંસાર. સંસારનું પ્રતિક્ષણ રુઉપાંતર થયા કરે છે માટે તે અશ્વત્થ છે.પ્ણ એવી સ્થિતિમાં તે હંમેશાં રહેનાર છે તેથી અને તેનું મૂળ ઊર્ધ્વ એટલે ઈશ્વર છે તેથી તે શાસ્વત અવિનાશી છે.તેને વેદના એટલે ધર્મના શુદ્ધ જ્ઞાનરુઉપી પાતરાં ન હોય તો તે ન શોભે. આમ સંસારનું યથાર્થ જ્ઞાન જેને છે અને જે ધર્મને જાણનાર છે તે જ્ઞાની છે.

૧૪૬