આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
-

છે. આ અભિપ્રાય પ્રમાણે ખૂન, જૂઠું, વ્યાભિચાર ઈત્યાદિ કર્મો સહેજે ત્યાજ્ય થઈ જાય છે. મનુષ્યજીવન સરળ થાય છે ને સરળતામાંથી શાન્તિ ઉદ્‍ભવે છે.

આ વિચારશ્રેણીને અનુસરતાં મને એમ લાગ્યું છે કે ગીતાજીના શિક્ષણને અમલમાં મૂકનારને સહેજે સત્ય અને અહિંસાનું પાલન કરવું પડે છે. ફલાસક્તિ વિના મનુષ્યને નથી અસત્ય બોલવાની લાલચ થતી, નથી હિંસા કરવાની. ગમે તે હિંસાનું કે અસત્યનું કાર્ય આપણે લઈએ તો એમ જણાશે કે તેની પાછળ પરિણામની ઈચ્છા રહેલી જ છે. પણ અહિંસાનું પ્રતિપાદન ગીતાનો વિષય નથી, કેમ કે ગીતાકાળની પૂર્વે પણ અહિંસા પરમધર્મ રૂપે મનાતી હતી. ગીતાને તો અનાસક્તિનો સિદ્ધાન્ત બતાવવો હતો. બીજા અધ્યાયમાં જ આ વાત સ્પષ્ટ થઈ જાય છે.

પણ જો ગીતાને અહિંસા માન્ય હતી અથવા અનાસક્તિમાં સહેજે અહિંસા આવી જ જાય છે તો ગીતાકારે ભૌતિક યુદ્ધને ઉદાહરણરૂપે કેમ