આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રલોભનોથી દૂર ન રહે ત્યાં લગી તે ત્માં ખૂંચ્યા જ કરવાનો.

વિષયોની સાથે રમત રમવી ને તેમનાથી અસ્પૃષ્ટ રહેવું એ ન બનવા યોગ્ય છે એ આ શ્લોકો બતાવે છે.

જેણે માનમોહનો ત્યાગ કર્યો છે,જેણે આસક્તિથી થતા દોષોને દૂર કર્ય છે, જે આત્મામાં નિત્ય નિમગ્ન છે, જેના વિષયો સમી ગયા છે, જે સુખ-દુઃખરૂપી દ્વંદ્વોથી મુક્ત છે તે જ્ઞાની અવિનાશી પદને પામે છે.

ત્યાં સૂર્યને, ચન્દ્રનેકે અગ્નિને પ્રકાશ આપવાપણું નથી હોતું. જ્યાં જનારને ફરી જન્મવું નથી પડતું એ મારું પરમધામ છે.

૪૪अ

મારો જ સનાતન અંશ જીવલોકમાં જીવ થઈને પ્રકૃતિમાં રહેલ પાંચ ઈન્દ્રિયો અને મનને આકર્ષે છે.

શરીરનો સ્વામી એટલે કે જીવ જ્યારે શરીર છોડે છે અથવા ધારણ કરે છે ત્યારે જેમ વાયુ પુષ્પાદિ ઠામમાંથી ગંધ લઈ જાય છે તેમ ઈન્દ્રિયો સહિત મનને સાથે લઈ જાય છે.

૧૪૮