આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગ્રંથોમાં કહેલી અનેક ક્રિયાઓ નહીં , પણ અનુભવજ્ઞાનવાળા સત્પુરુષોએ ખેડેલો સંયમ માર્ગ.

તેથી કાર્ય અને અકાર્યનો નિર્ણ્ય કરવામાં તારે શાસ્ત્રને પ્રમાણ માનવું. શાસ્ત્રવિધિ શું છે તે જાણીને અહીં તારે કર્મ કરવું ઘટે છે.૨૪

નોંધ : શાસ્ત્રનો ઉપર જે અર્થ કહ્યો તેજ અહીં પણ છે. સૌ પોતપોતાનો કાયદો બનાવી સ્વેચ્છાચારી ન બને , પણ ધર્મ ના અનુભવીઓના વાક્યને પ્રમાણ ગણવું જોઈએ એ આ શ્લોકનો આશય છે.

ૐ તત્સત

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'દૈવાસુર – સંપદ -વિભાગ -યોગ' નામનો સોળમો અધ્યાય અત્રે પૂરો થાય છે.

* * *

૧૫૯