આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે બુધ્ધિ ધર્મ-અધર્મ અને કાર્ય-અકાર્યનો વિવેક અશુધ્ધ રીતે કરે છે તે બુધ્ધિ હે પાર્થ! રાજસી છે. ૩૧.

હે પાર્થ! જે બુધ્ધિ અંધકારથી ઘેરાયેલી હોવાથી અધર્મને જ ધર્મ માને છે, ને બધી વસ્તુને ઊલટી રીતે જ જુએ છે તે તામસી છે. ૩૨.

જે એકનિષ્ઠ ધૃતિથી મનુષ્ય મન, પ્રાણ અને ઇન્દ્રિયોની સામ્યબુધ્ધિથી ધારણ કરે છે તે ધૃતિ હે પાર્થ! સાત્ત્વિકિ છે. ૩૩.

હે પાર્થ! જે ઘૃતિ વડે મનુષ્ય ફલાંકાક્ષી હોઇ ધર્મ, અર્થ અને કામને આસક્તિપૂર્વક ધારણ કરે છે તે ધૃતિ રાજસી છે.૩૪.

જે ધૃતિ વડે દુર્બુધ્ધિ મનુષ્ય નિદ્રા, ભય, શોક, ખેદ ને મદ છોડી નથી શકતો તે, હે પાર્થ! તામસી ધૃતિ છે. ૩૫.

હે ભરતર્ષભ! હવે ત્રણ પ્રકારનાં સુખનું વર્ણન મારી પાસેથી સાંભળ.

૧૭૪