આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અભ્યાસથી જ જેનામાં મનુષ્ય રાચે છે, જેનાથી એ દુઃખનો અંત પામે છે, જે આરંભમાં ઝેર જેવું લાગે છે, પરિણામે જ અમૃતના જેવું હોય છે, જે આત્મજ્ઞાનથી પ્રસન્નતામાંથી ઉત્પન્ન થયેલું હોય છે તે સાત્ત્વિક સુખ કહેવાય છે. ૩૬-૩૭.

વિષયો અને ઈંદ્રિયોના સંયોગથી જે આરંભમાં અમૃત જેવું લાગે છે પણ જે પરિણામે ઝેર સમાન નીવડે છે તે સુખ રાજસ કહેવાય છે. ૩૮.

જે આરંભમાં અને પરિણામે આત્માને મૂર્છા પમાડનારું છે અને નિદ્રા, આળસ અને પ્રમાદમાંથી ઉત્પન્ન થયેલું હોય છે તે તામસ સુખ કહેવાય છે.૩૯.

પૃથ્વી કે દેવોને વિશે સ્વર્ગમાં એવું કંઇ જ નથી કે જે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા આ ત્રણ ગુણોથી મુક્ત હોય. ૪૦.

૫૪

હે પરંતપ! બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રનાં કર્મોના પણ તેમના સ્વભાવજન્ય ગુણોને લીધે ભાગ પાડેલા છે. ૪૧.

૧૭૫