આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શમ,દમ,તપ,શૌચ,ક્ષમા, સરળતા, જ્ઞાન, અનુભવમૂલક વિજ્ઞાન અને આસ્તિકતા એ બ્રાહ્મણનાં સ્વભાવજન્ય કર્મો છે.૪૨.

શૌર્ય, તેજ, ધૃત, દક્ષતા,યુધ્ધમાં પાછા ન હઠવું,દાન અને પ્રભુત્વશક્તિ એ ક્ષત્રિયનાં સ્વભાવજન્ય કર્મ ચાકરી છે.૪૩.

ખેતી, ગોરક્ષા, અને વેપાર એ વૈશ્યનાં સ્વવભાવજન્ય કર્મો છે.વળી શૂદ્રનું સ્વભાવજન્ય કર્મ ચાકરી છે.૪૪.

પોતપોતાનાં કર્મમાં રત રહીને પુરુષ મોક્ષ પામે છે. પોતાના કર્મમાં રત રહેલા માનવીને કઇ રીતે મોક્ષ મળે છે તે હવે સાંભળ. ૪૫.

જેના વડે પ્રાણીઓની પ્રવૃત્તિ ચાલે છે, જેના વડે આ બધું વ્યાપ્ત છે તે પરમાત્માને જે પુરુષ સ્વકર્મ વડે ભજે છે તે મોક્ષ પામે છે. ૪૬.

પરધર્મ સુકર હોય તે છતાં તેના કરતાં વિગુણ એવો સ્વધર્મ વધાઅરે સારો છે. સ્વભાવ પ્રમાણે નક્કી કરેલું કર્મ કરનાર મનુષ્યને પાપ નથી લાગતું.૪૭.

૧૭૬