આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારો સ્પ્ષ્ટ અભિપ્રાય છે કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, અને જ્યાં ધનુર્ધારી પાર્થ છે ત્યાં શ્રી છે, વિજય છે, વૈભવ છે અને અવિચળ નીતિ પણ છે.૭૮.

નોંધઃ યોગેશ્વર કૃષ્ણ એટલે અનુભવસિધ્ધ શુધ્ધ જ્ઞાન અને ધનુર્ધારી અર્જુન એટલે તદનુસારિણિ ક્રિયા, આ બેનો સંગમ જ્યાં હોય ત્યાં સંજયે કહ્યું તે સિવાય બીજું શું પરિણામ હોઇ શકે?

ૐ તસ્તત્

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિશદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'સંન્યાસયોગ' નામનો અઢારમો અધ્યાય અત્રે પૂરો થાય છે. અનાસક્તિયોગ પણ અત્રે પૂરો થાય છે.

ૐ શાન્તિઃ


આ અનુવાદની પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે. આ કારણે હું એમ ઈચ્છું ખરો કે પ્રત્યેક ગુજરાતી ભાઈબહેન જેમને ધર્મને આચારમાં મૂકવાની ઈચ્છા છે તેઓ એ વાંચે, વિચારે ને તેમાંથી શક્તિ મેળવે.

-ગાંધીજી

૧૮૩