આ પાનાનું પ્રુફરીડ કરતા તકલીફ આવી હતી.

ખબરદાર બનીને એણે ખોરડાને ફરતું ચક્કર લી બાજુની

'રોમાનેતી. એલા એઈ , નક્કી રોમાનેતી!"

શા માટે રોમાનેતીએ આવી આફત વહોરી ! જે ભાઈબંધીને દાવે દોસ્ત સ્પાદાઅને ફાંસીને માચડે લટકવા કબૂલ થયો હતો, તે જ ભઈબંધને તોરથી

પળમાં તો પોલીસની બે ટૂકડીઓ પડી ગઈ. એક ટુકડીએ બહારવટિયા ઉપર ધસારો કર્યો.

એટલામાં સ્પાદો જાગી ગયો હતો. ભાનમાં આવતાંજ્ એ સમજાયું કે દગો થયો છે. છલાંગ્ મારીને એ ખાડો થયો, અને જૂએ છે તો એને આશરો આપનાર ભાઈબંધ પોતે જ ઊઠીને બારીમાંથી રૂમાલ્ ફરકાવી પોલીસને બોલાવી રહ્યો છે. સ્પાદાને એણે કહ્યું : આવી ખુટલાઈ ! હવે તો ઉઘાડ બારણું ને દોડ તું બહાર, નીકર હમણાં ફૂકી દઈશ."

થરથરતો આસામી બારણું ખોલીને બહાર દોડે છે. સ્પાદો પછવાડેની બારીએથી ઠેકે છે. ને સામે કાંઠેથી અવાજ સાંભળે છે કે “સ્પાદા હેઈ, સ્પાદા ! હું આંહીં છું. આવી પોગ, આવી પોગ."

ખૂટેલ આદમી બહાર દોડ્યો તેને સ્પાદો સમજી પોલીસ ત્યાં જમા થાય છે. પાછળ સ્પાદો અને રોમાનેતી એકઠા મળી જઈને ઝપાઝપી બોલાવતા ખડકોમાં ગાયબ થાય છે.

[7]

આવાં એનાં પરાક્રમ પછી પરાક્રમ સાંભળતો હું ઇટલીમાંથી પાછો વળતો હતો ત્યારે રસ્તામાં કૉર્સિકા બેટ ઊતરવાની – બની શકે તો બહારવટિયાની સાથે એકાદ રાત ગાવવાની મારી ઉત્કંઠાને હું ન રોકી શક્યો. એક દિવસ હું નાનકડા એજેસિયો શહેરથી પહાડોમાં ઊપડી ગયો. બહારવટિયાની પાસે સહીસલામત પહોંચવા માટે ગજવામાં એક પાસપોર્ટ-પરવાનો પડ્યો હતો. એના ઉપર બહારવટિયા રોમાનેતીની મોટી મહોર-છાપ હતી."

આટલું કહીને જાસૂસી અફસર એશ્ટન વુલ્ફ પહાડોમાં એ રાત્રિના પોતાના પ્રવાસનું વર્ણન કરે છે :

સંધ્યાટાણે હું એક નાને ગામડે પહોંઓ, જ્યાં બે ભોમિયા મારી વાટ જોતા હંતા. તે પછી મારી મજલમાં ઝાડી -- ઘોર ઝાડી – વીંધીને ખડકોનો ઊભો ચડાવ જ ચડવાનો આવ્યો. કાળા ખડકોની સીધી ભેખડોને વળગી પડેલો હોય તેવાં ઝૂંપડાં સામે હું જોઈ રહેતો. અમે એ પગદંડી ઉપર એક જણ જ ચાલી શકતા હતા, રાત્રિ શ્યામ અને ફરેબી હતી. નિ:શબ્દ અને સુગંધી હતી. પાઈન અને ગોર્સ ઝાડના હૂહૂકાર કરતી એ રાત મને એના અંધારપછેડામાં જાણે લપેટીને ગૂંગળાવતી હતી, મને થતું હતું કે આવી ભરાયા !

આખર મારી આગળના અને પાછળના બેઉ ભોમિયાએ સર્પના જેવા સિસકારા કર્યા. ઊભા રહેવાનો એ સંકેત્ હતો બે કલાકોના ચડાવથી ઊંચો ચડી ગયો શ્વાસ મેં હેઠો

458
બહારવટિયા-કથાઓ