આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭

માનસ ધ્વનિત થાય છે. ઓરતા=ન બની શક્યું હોય તેના અફસોસ, 'જાકારો સામે કહાવિયો...’='આંહીં આવશો નહિ.’ એવું અધિકારીએ કહાવી દીધેલું. વશિયલ ભોરીંગડા–વિષધર નાગો. સમાધ=દેહપાત. ખાંપણ=કોઈક બોલેલું કે ગાંધી રાજકોટને ટીંબે દેહ પાડશે તો ખાંપણ તૈયાર છે. અલખના આરાધ = અલક્ષ્ય (ઈશ્વર)નું સ્તવન.

જતીન્દ્રનાં સંભારણાં (પા. પ૬) : રાજકેદી જતીન્દ્રે બંદીવાનોની દશા સુધરાવવા માટે બોતેર દિવસનું મરણાંત અનશન ઉપાસ્યું હતું. સને ૧૯૨૯. બાણપથારી ભીષ્મની=મહાભારતના યુદ્ધમાં ભીષ્મપિતામહ શરશય્યા પર સૂતેલા. દધીચિનાં વપુદાન=અસુરોના બીજી રીતે અશક્ય એવા સંહાર સારૂ દધીચિ ઋષિએ પોતાનાં હાડકાં અસ્ત્ર કરવા આપેલાં. મોરધ્વજે કરવત સહ્યાં=મોરધ્વજ રાજાને જીવતા કરવત વડે ઊભા વેરી નાખ્યા હતા.

અગમ સંદેશા (પા. ૬૫) : સમૈયા=સંતોના ઉત્સવને જૂની ભજનવાણીમાં ‘સમૈયો’ કહે છે. રૂશનાઈ=શાહી. આદુની સમાન્યું કેરા ટીંબા.”=જુના લોકસેવક સંતોની કબરોને “સમાત્ય’ (સમાધિ) કહે છે. એના પોપડા જાણે કે ફાટે છે, ને સંતો ઊઠે છે. રામાપીર= રણમાં આવેલા ગામ રૂણેચાના મારવાડી રાજપુત્ર સંત રામદે પીર, જેમણે અસ્પૃશ્યોને ઈસ્લામમાં વટલતા અટકાવી સવર્ણો બનાવેલા. એનું મૃત્યુ જુવાનીમાં જ થયું હતું. ઘોડો અને લીલો વાવટો, એ બે આ સતનાં ખાસ ચિહ્નો છે. પરબ=એ નામનું એક પુરાતન ધર્મસ્થાનક કાઠિયાવાડમાં છે. જેના સ્થાપક રબારી સંત દેવીદાસે મુખ્ય જીવનકાર્ય રક્તપીતિયાં કોઢિયાંને સાચવવાનું કરેલું. એની વધુ વિગતો માટે જુઓ મારૂં ‘પુરાતન જ્યોત' નામે પુસ્તક. આકાશી ઝોળી=સંત દેવીદાસ પોતાના આ ધર્મકાર્યને માટે કોઈ પાસેથી ખેતર વાડી કે પૈસા દાણાની બાંધેલી આવક ન લેતા, પણ ગામેગામથી રોટીના ટુકડા