આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૩૩]
 


કાંતનારાં*[૧]
O

વીસ ને સાઠ વર્ષોનાં અતર પૂરાયલાં હતાં,
અર્ધરાત્રિ તણે ગોદે બેઠી મા વળી પોતરી.

કયા દેહો, કયા ઓળા, કળાવું જરી દોહ્યલું
બત્તીના દૂબળા તેજે દેખાયે ચાર આકૃતિ.

ખાંસી ખાતી, થતી તાતી, ખીજાતી તહીં યૌવના;
રેંટીઓ ફેરવી ઊંચો, વદે વેણ વિનયહીણાં.

આજ આ કોકડું થાય પૂરૂં નહિ,
દેહની પૂણીઓ પૂણીઓ થઈ ગઈ.
સાપની જીભ સમ ત્રાક આ તાંતણો
ભક્ષતી જાય છે: શાપ કો' પાપનો. ૧.

કઈ મૂઈ નભાઇની કોકડે નજરૂં પડી !
અહીં કાંતું, તહીં કોને રેંટીએ શગ જઈ ચડી !

દીકરી ડાહી ! આવી અધીરી ન થા !
રોટલી કાજ કરવાં રહ્યાં કાંતણાં;
કોકડે ઉતરશે આાંખના તાંતણા,
તોય કાંત્યા કરો ! પાપ છે આપણાં. ૨.


  1. *મૂળ એક આર્યરીશ ગીત પરથી ઉતારેલ આ કથાગીતમાં યુવાન પૌત્રી અને વૃદ્ધ દાદી વચ્ચેનો જે સંવાદ છે, તે નવીન અને પુરાતન માનસ વચ્ચેની સરખામણી સમાન છે.