આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૮]
:એકતારો:
 


હું ય સમજું છ મા ! રૂડેરા શ્રીહરિ
કાળ–ડંકા તણી જુવે છે વાટડી.
અદલ ઈન્સાફની નૈ ચૂક એ ઘડી.
જાણવા છતાં ઝંખાય ઉર-દીવડી. ૧૬.

જન્તુ શા પેટ ઘાસંતા નર જયાં ચગદાઈ મરે,
સડીને જ્યાં મરે નારી, ત્યાં શ્રદ્ધા શી પ્રભુ તણી !

તોય ભગવાનને પ્રાર્થવા તું કહે ?
ભલે તો પ્રાર્થના સૂણો ભવનાથ હે!
માણસાઈ તણાં નીર ફરી આપ હે!
ભવ્ય ભયહીનતા દે ફરી બાપ હે ! ૧૭.

ઉચ્ચ શિરે ઊભા રહિયે પિતા આપની સન્મુખે,
એહવાં નિર્મળાં તેજે આંખડીઓ અમ આાંજજે.

પ્રાર્થના આટલી બાપ ! વરદાન દે
ભિક્ષુકોને ? નહિ: વીરતાવાનને,
આવતી કાલનો ધ્વજ ઉંચકનારને
આજ ધવરાવતી વીરસૂ નારને. ૧૮.

નહિ તો ત્યાં સુધી–“હાં, હાં, પ્રાર્થના! કર પ્રાર્થના!
જો બેટા, લેરખી આવે સંદેશા લઈ ભાણના !”