આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૪૩]
 


પરંતુ થંભનાં લોઢાં હજુ આંહી ધગ્યાં છ ક્યાં !
પિતાએ હાથીને પાદે શિશુઓ ચગ‌દ્‌યાં છ ક્યાં ! ૩

કતાર કોડી તણી જેહ થાંભલે
જલ્યા વિના અગ્નિપંથે ચડી હતી,
હા ! એ જ થંભા સમ તોપ–ગોળલે
તમે શિશુડાં ! રમવા ચડી જજો !

ટાઢાં લોઢાં થશે ને એ થંભા દાતણ–ચીર શા
ચીરાશે, સ્થિર રે'જો હો ! હવે તો બહુ વાર ના. ૪

નહિ તદા દિવસ રાત્રિ નૈ હશે,
નહિ નહિ અંદર બહાર નૈ હશે,
સંક્રાન્તિના ઊંબર ઉપરે ઊભા
પ્રજાત્વનો થંભ ધગેલ ફાટશે.

ને ત્યાંથી કોણ–નરસિંહ ? ના, ના, કોક નવા રૂપે
અપાપી પાપીની સૌની ઊઠશે અંબિકા રૂપે.