આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૩૩ )

મેળવવાને જે જે ગુણો જરૂરના છે તે સઘળા તેનામાં હતા. તેનામાં કેટલાએક સારા તેમ કેટલાએક નઠારા પણ ગુણો હતા. જે જે કામોની સાથે તેના સ્વાર્થને સંબન્ધ ન હોય તે તે કામોમા તે સારા ગુણો વાપરતો, અને તે વખતે તેનામાં દુર્ગુણ એક પણ હોય એમ કોઈને લાગતું નહી; પણ જ્યારે તેની મતલબ પાર પાડવાની હોય, જ્યારે પોતાનો સ્વાર્થ સાધવા કાંઈ પણ કામ કરવાનું હોય અથવા પોતાને કાંઈ ફાયદો થતો હોય, ત્યારે ગમે તેવું દુષ્ટ કામ હોય તોપણ તે કરતાં જરા પણ આચકો ખાતો નહીં. એ પ્રમાણે તે બે જાતને માણસ હતો, જ્યાં સુધી તે ગુલામગીરીમાં રહ્યો ત્યાં સુધી એ સઘળા ગુણો વાપરવાને તેને પ્રસંગ આવ્યો નહી; પણ તેનું ભાગ્ય ખુલવાનું તેથી તે મુસલમાન લશ્કરના હાથમાં પડ્યો અને તે દેખીતો ખુબસુરત હતો તેથી જો તેને પાદશાહ પાસે નજર દાખલ મોકલવામાં આવે તો તે ઘણો ખુશ થાય એમ જાણી તેને દિલ્હી મોકલવાનો અલફખાંએ ઠરાવ કીધો, તેને કૌળાદેવી સાથે અલાઉદ્દીન પાસે મોકલ્યા. ત્યાં તે પાદશાહને ઘણો પસંદ પડ્યો. છેક હલકી પદવી ઉપરથી ચઢતાં ચઢતાં આ વખતે તે અલાઉદ્દીનનો માનીતો થઈ પડ્યો હતો. આપણા દેશી રાજ્યદરબારમાં જે ખટપટ, કાવતરાં, તથા દગાફટકા ચાલે છે, તે સઘળામાં તે ઘણો કુશળ હતા, અને તેણે પોતાની તદબીર તથા ચતુરાઈથી રાજાના મન ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે રાજા તેને વશ થઈ ગયો હતો, તે જ જાણે પાદશાહ હતો, અને સઘળા મોટા અમીર ઉમરાવોને આ ખેાજા કાફુરને માન આપવું પડતું હતું તેથી તેઓને ઘણું માઠું લાગતું હતું, તથા તેઓ તેની ઘણી અદેખાઈ કરતા હતા. દ્વેષમાં સઘળા તેને “હજાર દીનારી ” કહેતા હતા, કેમકે અસલ તેને હજાર દીનાર આપીને વેચાતો લીધો હતો. તેનું ચલણ એટલું તે હતું કે કેટલાંએક કામ તે પોતે પાદશાહને પૂછ્યા સિવાય પણ કરતો, અને આવી તેની ચઢતી કળાથી તેના મનમાં એટલો લોભ ઉત્પન્ન થયો હતો કે શાહના મુઆ પછી પોતે તખ્ત ઉપર બેસવા સારૂ ઉમેદ રાખતો હતો બલકે તે પોતાના સ્વાર્થ આગળ એટલો અાંધળો થઈ ગયો હતો કે