આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૩૯ )

કપાતું જોવામાં જેટલી બેપરવાઈ હોય છે તેટલી જ બેપરવાઈ તેઓને હતી. પણ એમાં તેઓને કાંઈ વાંક ન હતો. જેને જે જોવાની ટેવ પડી જાય છે તે જોવાથી તેના મનપર કાંઈ પણ અસર થતી નથી. તે વખતમાં દિલ્હીમાં એવા તમાસા વારેવારે જોવામાં આવતા હતા, તેથી તેઓની દયાની વૃત્તિ બેહેર મારી ગઈ હતી, અને ભયાનક દેખાવો જોવામાં માણસના મનને જે કમકમાટ તથા આચકો લાગે છે તે મહાવરાથી બીલકુલ જતો રહ્યો હતો. સરકારનાં માણસો પોતપોતાને કામે લાગ્યાં, તથા લોકો અને તેમાં બિહારીલાલ પણ ઘેર ગયા.

આવી રીતે સખતી કીધાથી રાજ્યમાં ફાયદો થતો હશે, એમ કોઈના મનમાં આવે તો તેની મોટી ભુલ છે. દુનિયામાં જોરજુલમથી તથા સખ્તીથી લાભને બદલે હાનિ થાય છે. મોગલ લોકોએ અલાઉદ્દીન પાદશાહના વખતમાં ઘણીએક વાર હિન્દુસ્તાન ઉપર ચઢાઇ કીધી; સઘળી વાર તેઓ હાર્યા, એક કરતાં વધારે વાર તેઓ પકડાયા; તેઓના ઉપર ઘણીએક રીતે જુલમ કરવામાં આવ્યો, તેઓનાં બઈરીછેકરાંને વેચાવી નાંખ્યાં, તથા તેઓને પણ નિર્દય રીતે મારી નાંખ્યા; આ વખતે પણ આવી રીતે તેઓની દુર્દશા થઇ હવે કોઇના મનમાં આવશે કે તેઓ ફરીથી રાજ્યને ઉપદ્રવ કરશે નહીં, પણ જે વખત ઉપર લખેલો બનાવ બનતો હતે તે વખતે બાલમંદ કરી એક બીજા મોગલ સરદારે દેશ ઉપર હુમલો કીધો હતો, અને તેની સામે પાદશાહે એક બીજું લશ્કર મોકલ્યું હતું.

જ્યારે બિહારીલાલ પોતાને ઘેર જતો હતો ત્યારે કાફુર સવારી સાથે પાદશાહી દરબારમાં જતો હતો. કાફુર હમણાં રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ હતો. તે બાદશાહનો એવો તો મુછનો બાલ હતો, તથા તેના મન ઉપર તેણે એટલી બધી સત્તા મેળવી હતી કે તે ચાહે તે કરી શકતો હતો. તેણે મોટામાં મોટી પદવી મેળવી હતી, પણ તે છતાં તે સુખી ન હતો. રાજાની જે પ્રીતિ તેણે સંપાદન કીધી હતી તે કાયમ રાખવાને, તથા પાદશાહના સ્વછંદી અને ચળ સ્વભાવને લીધે