આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૭૨ )


દેવામાં આનાકાની કીધી. પણ જ્યારે તેના ભીમદેવે ઘણા કાલાવાલા કીધા, ત્યારે તે બોલ્યોઃ “તમે કહો છો તે સઘળું ખરું છે, તમારા ભાઈ સાથે મારી દીકરીનું લગ્ન કીધાથી તમે ફાયદા બતાવો છે તે મને થાય તો ખરા, પણ કુળની વાત ઉપરથી જ મારૂં મન આચકો ખાઈ જાય છે. હલકા કુળમાં છોકરીનાં લગ્ન કરવાં એમાં અમે ઘણામાં ઘણી ગેરુઆબરૂ માનીએ છીએ, પણ જો શંકળદેવને નહીં પરણાવું તો તે મ્લેચ્છ તુરકડાએાના હાથમાં પડશે, એ પણ વિચારવું જોઈએ. તમને અમે હલકા ગણીએ છીએ. તો પણ તમે મુસલમાનો કરતાં લાખ, કરોડ દરજજે સારા છો, માટે બેમાંથી તમારી સાથે સંબંધ કરવો વધારે સારો છે, એમ સમજી તમારી વાત કબુલ કરૂં છું. પણ તમારાથી એ દેવળદેવીને ઈહાંથી શી રીતે લઈ જવાશે ? અલફખાંની મદદે એક મોટું લશ્કર એક બે દહાડામાં આવનાર છે, તે આવે તેની અગાઉ તમારે ઈહાંથી જવું જોઈએ. હું પણ તમારી સાથે આવીશ, અને તમારી લડાઈમાં સામેલ થઈ મારાથી બનશે એટલી મદદ કરીશ. માટે હવે ઉતાવળથી દેવળદેવીને લઈને આપણે સઘળાએ કોઈ આડે અવળે રસ્તે બહાર નીકળી જવું જોઈએ. દેવગઢ પહોંચ્યા એટલે પા૨ ૫ડ્યા, ”



પ્રકરણ ૧૪ મું.

રણ રાજાની છાવણીમાં ભીમદેવ આવ્યો, અને તેને અટકાવવાને મોકલેલાં માણસોનું શું થયું એ વાતની કાંઈ ખબર પડી નહી, ત્યારે અલફખાને ઘણી ચિન્તા થઈ. તેણે પોતાના સીપાઈઓના શા હવાલ થયા, એ વાતનો નિશ્ચય કરવાને ઘણાંએક માણસને મોકલ્યાં, પણ તેઓની ખબર હાથ લાગી નહીં. ચાર પાંચ દહાડા વહી ગયા, પણ કોઈ રીતના સમાચાર મળ્યા નહી, તેની પાસેનું લશ્કર બે મહીના લગી લડવાથી તથા આ માણસોના ગુમ થવાથી ઘણું જ ઓછું થઈ ગયું, તેઓને પોતાનું કામ સેહેલથી કરી લેવાની જે આશા હતી તે