આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૮૨ )

ઠેકાણે માણસના ઘણામાં ઘણા દુષ્ટ તથા નાશકારક વિકારો પ્રબળ થઈ ગયા હતા, તેઓમાંથી હમણાં માણસપણું ગયું હતું; તેઓમાં પ્રેરણાનું જોર વધી ગયું હતું; માણસ અને કનિષ્ટ પ્રાણીઓમાં જે અંતર છે તે જતું રહ્યું હતું વિવેકબુદ્ધિ સમાઈ ગઈ હતી; અને તેઓ તે પ્રસંગે રાની હિંસક પશુએાના જેવાં થઈ ગયાં હતાં. જગતનું હિત ચહાનારા લોકો લડાઈને ઘણી જ ધિક્કારે છે એમાં કાંઈ આશ્ચર્ય નથી. એક એકનું ક૯યાણ કરવું એ હેતુથી માણસને પરમેશ્વરે નિર્માણ કીધાં છે, તથા તેઓને સમુદાય બાંધી રહેવાની પ્રેરણા આપી છે તે હેતુ લડાઈથી નિરર્થક થઈ જાય છે, સ્વરક્ષણને માટે જ લડાઈની ખરેખરી અગત્ય છે, તે પણ પોતાના બચાવને માટે લડવું પડે એ કાંઈ થોડું ખેદકારક નથી. સુષ્ટિમાં ઘણી વાર યુદ્ધ થતાં જોઈએ છીએ તે ઉપરથી સિદ્ધ થાય છે કે માણસનો સ્વભાવ જેવો જોઈએ તેવો થયો નથી. આ લડાઈ પણ ઘણી ગેરવાજબી હતી. એક માણસની છોકરીને બળાત્કારે તેની પાસેથી લઈ લેવી એ ન્યાયથી ઉલટું હતું, પણ જ્યાં “જેની તેગ તેની દેઘ” ત્યાં ન્યાયાન્યાય કોણ સમજે ? હવે લડાઈ વાજબી અથવા ગેરવાજબી ગમે તેવા કારણથી ઉઠી તે વાતમાં કાંઈ સાર નથી, તેનાં પરિણામો શાં થયાં તે તપાસવા લાયક છે.

દરિયામાં ભારે તોફાનની વખતે મોટાં પહાડ જેવાં મોજાં અથડાય છે, અથવા આકાશમાં જોસવાળા પવનથી ઘસડાતાં બે વાદળાં સામસામાં આવી મળે છે, તેમ કરણનું તથા અલફખાંનું લશ્કર એકેકને ભેટયું, પણ એ ભેટવું કાંઈ લાડનું ન હતું. એ તે 'ભીમભાઈનાં લાડ' જેવું ભેટવું હતું. છેક પાસે આવી ગયલા તેથી તીરકામઠાં બિલકુલ નકામા થઈ પડ્યા હતા. તેઓ ભાલા, તલવાર અને વખતે ખંજર કટાર, વગેરે ટુંકાં હથીયારોવડે લડતા હતા. એકએકના ઉપર દયા લાવી પ્રાણ ઉગારવાના તેએાએ સમ ખાધા હતા. મારવું અને મરવું, એ જ વાત મનમા રાખીને તેઓ લડતા હતા. “અલ્લાહુ અકબર” એક તરફથી ને “હરહર મહાદેવ ” બીજી તરફથી વારેવારે સંભળાતાં હતાં. તલવાર, ભાલા, વગેરેને ખડખડાટ થઈ રહ્યો હતો. સેંકડો માણસ ઘાસની પેઠે કપાઈ જતાં હતાં. તે કરતાં પણ વધારે માણસ