આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૮૪ )

જ્યારે સકળ સંસારમાં આનંદકારક પ્રભાત પડી હતી તે વખતે આ ઠેકાણે શોકના શબ્દ આ પ્રમાણે સંભળાતા હતા. જ્યારે આસપાસની નિર્જીવ વસ્તુઓ રળિયામણી દેખાતી હતી તે વખતે આવો ભયંકર તમાસો તે ઠેકાણે બની રહ્યો હતો; અને જ્યારે પશુ, પક્ષી આદિ બીજાં કનિષ્ટ પ્રાણીઓ ઉમંગભર ઉઠી પોતાનો ખોરાક શોધવાને, અથવા બીજા કાંઈ કામસર, અથવા ફક્ત ગમતને માટે ખુશીમાં કલ્લોલ કરતાં આણીમેર તેણીમેર ફરતાં તથા ઉડતાં હતાં, તે વખતે માણસ– વિવેકબુદ્ધિવાળાં, ખરૂંખોટું તથા પાપપુણ્ય સમજનાર, અમર આત્માવાળાં, સૃષ્ટિમાં સર્વોત્કૃષ્ટ પ્રાણી તથા જગતનું ધણીપણું ચલાવનાર– એવાં માણસો એક એકનો પ્રાણ લેતાં હતાં, તથા પશુતુલ્ય થઈ માણસનું મહત્વ ખોઈ તેના પેદા કરનારનું અપમાન કરતાં હતાં, તથા તેનો એક મોટો અગત્યનો તથા પવિત્ર હુકમ તોડતાં હતાં.

અજવાળું પડતાં જ બંને લશ્કરવાળાને પોતપોતાને થયેલું નુકશાન માલુમ પડયુ, અને રજપૂતો મુસલમાનો કરતાં થોડા માર્યા ગયા હતા તોપણ તેઓની અસલ સંખ્યા ઓછી હતી તેથી તેઓને ખેાટ વધારે જણાઈ, તથા તેઓ ઘણા ઘટી ગયલા દેખાવા લાગ્યા. દેવળદેવી પણ લશ્કરની સાથે હતી, અને તેને પાછળ રાખેલી હતી. પણ ભીમદેવને તેને વાસ્તે ઘણી ફિકર લાગ્યાં કરતી હતી. એટલામાં અલફખાંએ એક તદબીર કરી રાખી હતી તે અમલમાં આવી. તેણે રાત્રે કેટલાંએક માણસને આઘાં રાખ્યા હતાં. તેઓ હમણાં લડવાને આવ્યાં. તેઓને જોઈને રજપૂત સીપાઈઓના પેટમાં ભારે ફાળ પડી. તેઓને લાગ્યું કે જે પ્રમાણે એ માણસો આવ્યાં તે પ્રમાણે થોડીવાર પછી બીજાં તાજાં માણસ આવશે, અને એવી રીતે તેઓ કદી થાકવાનાં નથી. એથી ઉલટું તેઓમાં કોઈ વધારો થશે એવો સંભવ ન હતો; પણ ઉલટો તેઓમાંથી ઘટાડો થયાં કરતો હતો; એવું છતાં જ્યારે અલફખાંના લશ્કરને મદદ મળી ત્યારે તેઓ ઘણા ગભરાયા, તેએાએ જીતવાની સઘળી આશા છોડી દીધી, અને તેમને હાર્યા જેવું જણાયું. ભીમદેવને આ વખતે દેવળદેવીને વાસ્તે ચિન્તા વધી; અને તેના રક્ષણને માટે તે એટલો અધીરો થઈ ગયો કે તેણે પોતાનો ક્ષત્રિય ધર્મ