આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૯૬ )


જડશે માટે ધીરજ રાખ.” કરણે એ શબ્દ સ્પષ્ટ સાંભળ્યા, અને તેનો અર્થ પણ તે સમજ્યો. મહાદેવની એ વાણી થઈ એવી ખાતરી તેને થઈ તેથી સંતોષ પામ્યો, અને આકાશવાણી ખરી પડશે એવો પૂરો ભરોસો રાખીને તેણે તલવાર મિયાનમાં ઘાલી, મહાદેવને સાષ્ટાંગ દંડવત કીધા અને પાછો કિલ્લા તરફ ગયો.

બીજે દિવસે શેહેરના કેટલાએક લોકોએ કોટ ઉપર ચડીને સલાહનું નિશાન દેખાડયું. તે ઉપરથી અલફખાંએ પોતાની તરફથી કેટલાંએક માણસોને મોકલ્યાં. તેમની આગળ શહેરના લોકોએ પોતાની સઘળી હકીકત કહી. તેઓની કેવી દુર્દશા થઈ હતી તે સઘળું તેઓને દયા ઉપજે એવી રીતે કહી સંભળાવ્યું. તે આખું શેહેર તેઓને સ્વાધીન કરવાને કબુલ કીધું, પણ એટલી શરત કીધી કે અમારી માલમિલકતને તમારે છેડવી નહીં, તેઓએ કહ્યું કે અમે મરી રહેલા છીએ; હવે મરતાંને મારવામાં કાંઈ આબરૂ તથા મોટાઇ નથી. વળી કરણ રાજા તથા દેવળદેવી તમારા હાથમાં આવશે એટલે તમારું ધારેલું કામ પાર પડશે, પછી શહેરના બીચારા નિરપરાધી લેાકેાને મારી નાંખવામાં તથા તેમની મિલકત લુંટી લેવામાં તમને શો ફાયદો છે? માટે એ વાત તમારા સરદારને કહો, અને જો એ પ્રમાણે કરવાને તમે અભયવચન આપો તો અમે શેહેર તમને આજે સ્વાધીન કરીએ. મુસલમાનોએ સઘળી વાત જઈને અલફખાંને કહી, તેથી તે સરદારને ઘણી દયા આવી અને તેઓની અરજ વાજબી, તથા કબુલ કરવામાં કાંઈ નુકશાન થાય એવી નથી એમ જાણીને શેહેરના લોકોને તે કબુલાત કહી સંભળાવી, અને તે દહાડે રાત્રે શહેરના દરવાજા ઉઘાડા મૂકવાનું ઠરાવ્યું, પેહેલી રાત્રે શહેરના લોકોએ એક દરવાજો ઉઘાડ્યો, અને મુસલમાન લોકો પાસે જ હતા તેઓ ધસારો કરી માંહે પેંઠા. શેહેરમાં પેસતાં જ તેઓ કરણ તથા દેવળદેવીને શોધવા લાગ્યા. રસ્તામાં કેટલાએક મરદો તથા બઈરીઓ તેઓને જોવાને ઉભેલાં હતાં તેઓમાંથી જ કોઈ દેવળદેવી હશે એમ તેઓને વેહેમ જવાથી તેઓ તેમને પકડીને ઘસડવા લાગ્યા અને તેમનું ઘણીએક રીતે અપમાન કરવા લાગ્યા, એ પ્રમાણે તેઓએ ઘણાંએક બઈરાને કીધું. તે તેઓના