આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૦૦ )

કીલ્લાની માંહે સઘળે ફરીને જોવું, અને તેઓ ત્યાં નથી એ વાતની પાક્કી ખાતરી કરવી, એ મતલબથી તેઓ કીલ્લામાં પેંઠા, અને મોટી મેાટી મશાલો સળગાવી કીલ્લામાં ખુણેખોતરે સઘળે જોઈ વળ્યા. સવાર થવા આવી પણ કરણ, દેવળદેવી, કે કોઈ ત્યાં માલમ પડ્યું નહી તેથી અલફખાંને ઘણી દીલગીરી તથા ગભરાટ થયો. લગભગ હાથમાં આવેલી દેવળદેવી તેણે ખોઈ. તેની સઘળી મહેનત છુટી પડી. તેણે સીપાઈઓને હજારો ગાળો દીધી. તેઓ લુંટવામાં પડવાથી તેનું કામ સઘળું બગડી ગયું. હવે કેમ થશે ? તેની ખાતરી થઈ કે દૈવ તેની સામા છે અને કરણની સામા લડવું અને દૈવની સામા લડવું બરોબર છે, તેને હમણાં વેહેમ પડવા લાગ્યો કે મારા દહાડા હવે પડતા આવ્યા છે, મારો સૂર્ય અસ્ત પામવા ઉપર આવ્યો છે, માટે મારા કામમાં ધાર્યાથી ઉલટું જ થાય છે. તેના મનમાં હવે નક્કી થયું કે તેઓ ઘણે આઘે નીકળી ગયાં હશે, અને દેવળદેવી એક વાર દેવગઢમાં પહોંચી, અને શંકળદેવને પરણી, એટલે તે સઘળું થઈ ચૂકયું પછી તેમાં કાંઈ ઉપાય ચાલવાનો નથી, તોપણ જ્યાં લગી આશા છે ત્યાં લગી શ્રમ તો કરવો જોઈએ, એમ ધારી તેણે દેવગઢ તરફ જવાનો પોતાના સીપાઈઓને હુકમ કીધો, તેઓ ઘણા જલદીથી આગળ ચાલ્યા, જરા પણ આરામ લેવાને ઉભા રહ્યા નહી. જ્યારે સાંજ પડી, અને થોડું થોડું અંધારું સઘળે પથરાયું, ત્યારે તેઓએ ક્ષિતિજમાં ધુળ ઉડતી જોઈ તે ઉપરથી તેઓએ અનુમાન કીધું કે એ જ કરણનાં માણસો હશે, એમ ધારીને તેઓ વધારે વધારે ઝડપથી દોડ્યા, અને જેમ જેમ પાસે જતા ગયા તેમ તેમ કરણનાં માણસો સ્પષ્ટ દીસવા લાગ્યા, આણીગમ કરણે પણ જોયું કે દુશમન તો લગભગ પાસે આવી ચૂકયા. તેઓ ઘણા થાકી ગયલા હતા તેથી વધારે ઝડપથી જવાને અશક્તિમાન હતા, પણ તેઓને સંતોષ એટલો જ હતો કે હવે રાત પડવા આવી હતી; આગળ ઝાડી ઘણી ખીચોખીચ હતી, તથા રસ્તા ઘણા વિકટ હતા. વળી ગામડાના લોકો જેઓ આ રસ્તાના ભોમીયા હતા તેઓ મુસલમાન લોકોને ભમાવ્યા વિના રહેશે નહીં, એટલે