આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અઢારમું

૧૩૦


'ના, પછી તો મારા હાથ ન રહી શક્યા. મારી ભુજાઓ કાબૂમાં ન રહી. ગોહિલ ફોજ કબ્જે થવા તૈયાર નહોતી. ગુણકાતળાવના રાજમહેલમાં તારા ભાઇ અને તારી ભીલાં-કાકીને વારસો આપવાની સૌએ ચોખ્ખી ના પાડી. એટલે મારે નછૂટકે રાજમહેલનો નાશ કરવો પડ્યો. તળાવને તોડાવી નાખવું પડ્યું. ગોહિલ કુળને ને ફોજને મારે ગામના દરવાજા તોડીને જ બહાર કાઢવાં પડ્યાં.'

'તમે ભુજાઓ પરથી શું કાબૂ ખોયો રા' ! મારા મહિયરની દૃશ્ય બંધ થઇ ગઇ.' કુંતાદે બોલતાં બોલતાં ધ્રુસકે ગયાં.

'બીજો ઇલાજ નહોતો.' રા'લાચાર બન્યો.

'મેં જાણેલ કે સમજણથી પતાવી લાવશો.'

'તારા ભાઇને ખાતર મારે કરવું પડ્યું.'

'મારી જન્મભોમ: હું ત્યાં રમી હતી : મારા હાથના છબા ત્યાં ઊછળ્યાં હતા. મારું પિયર ગામ........'

કુંતાનો વિલાપ ક્રમેક્રમે વધતો ગયો. હાથીલા નગરનો નાશ રા' માંડળિકના જબરદસ્ત વિજયનો ખાંભો ગણાય છે, પણ એ નગરના ધ્વંસે રા'ના સંસાર-જીવનની લગાર એક કોર ખાંડી કરી નાખી. કુંતાદેએ આજ સુધી રા'ના હાથને હાથીલા ઉપર ત્રાટકતા વાર્યા હતા. દુદોજી ગોહિલ ચાહે તેવો ડાકુ છતાં કુંતાદેના બાપ-ઠેકાણે હતો. દુનિયાની દૃષ્ટિએ દિગ્વિજયો દેખાતાં કેટલાંય વીર કૃત્યો યોદ્ધાના આત્મજીવનમાં મોટા પરાજયો જેવા બની જતા હશે.

'ના રડ કુંતા! રા'એ એને પંપાળીને આશ્વાસન દીધું. 'તું જોજે કે હું એ ગાદી તારા ભીલ-ભાઇને સોંપવા માટે સુલતાનનો