આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મથુરાપર્વ

.

થકવ્યો અને પછી એનો દાંત જોરથી ઉખાડી નાંખી એ જ દાંતના ફટકાથી એનું માથું ભાંગી નાંખ્યું.

મુષ્ટિક-ચાણુર
-મર્દન

આ પરાક્રમથી કંસના હોશકોશ ઉડી ગયા અને પ્રજાની સહાનુભૂતિ કૃષ્ણને જઈ મળી. કંસના કાવતરા માટે પ્રજા એનો ફિટકાર કરવા લાગી. રમત શરૂ કરવાનો વખત થયો. કંસે જેમતેમ કરીને હિમ્મત પકડી, મુષ્ટિક અને ચાણુર સાથે મલ્લયુદ્ધ કરી પોતાની વિદ્યા દેખાડવાનું રામ અને કૃષ્ણને કહ્યું. રામ અને કૃષ્ણ તો હજુ ૧૭-૧૮ વર્ષનાં બાળક હતાં. મુષ્ટિક અને ચાણુરે અજિંકય મલ્લ તરીકે અત્યાર પહેલાં પ્રસિદ્ધિ મેળવેલી હતી. લોકોને આ યુદ્ધ અયોગ્ય લાગ્યું, પણ બે ભાઇઓએ કાંઈ પણ તકરાર વિના યુદ્ધનું નિમન્ત્રણ સ્વીકાર્યું. મુષ્ટિક સાથે રામ અને ચાણુર સાથે કૃષ્ણ બાઝ્યા. મલ્લો પણ ધર્મયુદ્ધ જ કરવાની મુરાદથી આવ્યા ન હતા. થોડા દાવમાં જ રામ-કૃષ્ણે પોતાના સામોરાનું કપટ કળી લીધું, અને તેમણે પણ બેઉનો યુદ્ધમાં અન્ત જ લાવવાનો નિશ્ચય કર્યો. ઘણો વખત સુધી કુસ્તી ચાલી. છેવટે જોરથી એક મુક્કી મારી કૃષ્ણે

૧૦૭