આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મથુરાપર્વ

.

સ્મૃતિનાં અને હર્ષનાં આંસુનો પ્રવાહ ચાલ્યો. ચારે છાતીઓ પ્રેમથી ઉછળવા લાગી.

ઉગ્રસેનનો
અભિષેક

સર્વે યાદવોએ ધાર્યું હતું કે શ્રીકૃષ્ણ જ રાજ્યગાદી લેશે, પણ એમણે એમ ન કરતાં કંસના પિતા ઉગ્રસેનને બંધનમાંથી મુક્ત કરી સિંહાસન પર બેસાડ્યા અને કંસનું ઔર્ધ્વદેહિક[૧] યોગ્ય રીતે પાર પાડ્યું. મથુરાની વ્યવસ્થા થ‌ઇ ગયા પછી રામ ને કૃષ્ણના ઉપવિતસંસ્કાર થયા અને એમને ઉજ્જયનીમાં સાંદીપનિ નામે એક ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ કરવાનું થયું. થોડા સમયમાં એમણે વેદવિદ્યા અને ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો અને


ગુરુગૃહે

પોતાની ગુરુભક્તિથી ઋષિને અતિશય પ્રસન્ન કર્યા. જોકે હવે તે પૂર્ણ વૈભવશાળી રજપૂત હતા, તોપણ રાનમાંથી લાકડાં, સમિધા, દર્ભ ઇત્યાદિ આણી આપવા, ગાયનું દૂધ દોહવું, ઢોર ચરાવવાં વગેરે સર્વે પ્રકારની સેવા તેઓ શ્રદ્ધાથી કરતા. ગુરુદક્ષિણા આપી બે ભાઇઓ પાછા મથુરા આવ્યા. મલ્લ તરીકેની એમની ખ્યાતિમાં ધનુર્ધર તરીકેની ખ્યાતિનો વધારો થયો.


  1. મરણ પછીની ક્રિયાઓ


૧૦૯