આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

પ્રમાણે શ્રીકૃષ્ણ રુકિમણીનું હરણ કરવા યાદવ સૈન્ય સાથે કુણ્ડિનપુર દોડ્યા. આવ્યા એટલે પ્રીતિથી કે બ્હીકથી ભીષ્મકને કૃષ્ણનું સ્વાગત કર્યા વિના ચાલ્યું નહિ; પણ આથી જરાસંધ, શિશુપાળ વગેરે રાજાઓ રીસાઇ ગયા, અને કુણ્ડિનપુર છોડી પોતપોતાને દેશ ચાલ્યા ગયા. એથી સ્વયંવર જ્યાંનો ત્યાં રહ્યો અને કૃષ્ણ પણ મથુરા પાછા ફર્યા.

મથુરા પર
પુન:આક્રમણ

પણ કૃષ્ણને લીધે જ સ્વયંવરમાંથી જરાસંધ, શિશુપાળ વગેરે મુકુટધારી રાજાઓને પાછા જવું પડ્યું તેનું એમને બહુ અપમાન લાગ્યું. એનો બદલો વાળવા તેમણે મથુરા ઉપર ફરીથી ચડાઈ કરવા નિશ્ચય કર્યો. એમણે પશ્ચિમ તરફથી કાલયવનને પણ બોલાવ્યો અને બે બાજુથી યાદવોના રાજ્ય પર હલ્લો કરવાની તથા મથુરાને ઘેરવાની તૈયારી કરી. સામટા બે શત્રુઓ સામે લડવાની યાદવોની હિમ્મત ન હતી. તેઓ ગભરાઈ ગયા. આથી બધી સ્થિતિનો વિચાર કરી શ્રીકૃષ્ણે મથુરાને તેમજ યાદવોને આ ત્રાસમાંથી કાયમને માટે છોડાવવા એવો નિર્ણય કર્યો કે યાદવોએ મથુરા છોડી દ‌ઇ આનર્ત

૧૧૪